દિયોદર શહેરમાંથી ધોરણ 9માં ભણતી 14 વર્ષીય સગીર યુવતીનું લગ્નના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું છે. 5 માર્ચના રોજ સાંજે યુવતી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. યુવતી ઘરે ન પહોંચતા તેના વાલી-વારસદારોએ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું કે યુવતી તેની સાથે ભણતા પ્રકાશ ઠાકોર સાથે અવારનવાર વાત કરતી જોવા મળી હતી.
આ માહિતીના આધારે સગીર યુવતીના પરિવારજનો પ્રકાશ ઠાકોરના ઘરે પૂછપરછ કરવા ગયા હતા, પરંતુ પ્રકાશ ઘરે મળ્યો ન હતો. યુવકના પિતાએ ગુમ સગીરાના પિતાને જણાવ્યું કે પ્રકાશ તેમની દીકરી સાથે વાત કરતો હતો,જેની જાણ થતાં તેનો ફોન લઈ લેવામાં આવ્યો હતો અને તેઓ દીકરીને શોધીને પરત કરશે.
આ ઘટના બાદ સગીરાના પિતાએ દિયોદર પોલીસ મથકે લગ્નના ઇરાદે 14 વર્ષની દીકરીને ભગાડી જવાના ગુનામાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. દિયોદર પોલીસે કલમ 137/2 અને 87 હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા અને સગીરાની શોધખોળ માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

