બે વિધર્મી ઉપાડી ગયા હોવાની મહિલાના પતિની આશંકા
ડીસાના ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા રાજુ જસભાઈ માજીરાણાના લગ્ન કાજલબેન નામની મહિલા સાથે થયેલા છે અને લગ્ન જીવન દરમિયાન બે બાળકો પણ છે. ત્યારે રાજુ માજીરાણા ગાડી ચલાવતો હોઇ ગાડી લઈને પોતાના કામ અર્થે ગયેલો હતો. તે દરમિયાન કાજલબેન ઘરેથી નીકળી ગયેલ અને કોઈ જ પ્રકારનો સંપર્ક થયો નહીં . જેથી રાજુ માજીરાણાએ આસપાસના ઘરોમાં તેમજ સાસરિયામાં અને અન્ય સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરવા છતાં મળી આવેલ નહીં. જેથી રાજુ જશુભાઈ માજીરાણાએ ડીસા દક્ષિણ પોલીસ મથકમાં પોતાની પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
જોકે બાદમાં રાજુ માજીરાણાના ફોન ઉપર એક અજાણી મહિલાનો ફોન આવેલ. જેણે દિલ્હીથી બોલતી હોવાનું કહેલ અને જણાવેલ કે તમારી પત્ની કાજલને મારો પતિ ભગાડીને લઈ આવ્યો છે. તેને તમે લઈ જાઓ નહીં તો આ લોકો એને વેચી મારશે અથવા તો મારી નાખશે. જે ફોનનું રેકોર્ડિંગ કરી રાજુ માજીરાણાએ ડીસા દક્ષિણ પોલીસ મથકે આપેલ.
આ બાબતે રાજુ માજીરાણાએ જણાવ્યું હતું કે મારી પત્ની કાજલને બે દિલ્હીથી આવેલ વિધર્મી ઉપાડી ગયેલ છે.મારાં નાના દીકરાઓ રડી રહ્યા છે. વિધર્મી ભગાડી ગયો છે તેવા ભગાડી જનારની પત્નીના ફોન આવે છે. તેઓ દિલ્હી હોવાનું કહે છે અને કાજલને વેચી મારશે નહીં તો મારી નાખશે તેવું કહી રહ્યા છે.વધુમાં તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે વિધર્મી પકોડીની લારી ચલાવતો હતો અને જે ગાયત્રી નગર વિસ્તારમા જ રહેતો હતો જે તેને ભગાડી ગયો છે. ફરિયાદી રાજુ માજીરાણાએ કરેલ રજુઆતને ધ્યાને લઈને દક્ષિણ પોલીસે એ દિશામા તપાસ હાથ ધરી છે.

