પાટણ એલસીબીએ વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે રૂ.૫૩,૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

પાટણ એલસીબીએ વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે રૂ.૫૩,૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

પાટણ એલસીબી પોલીસે બાતમી ના આધારે રાધનપુર ના ચલવાડા ગામની સીમ માંથી વિદેશી દારૂ-બીયર ના જથ્થા સાથે રૂ.૫૩,૬૫ લાખનો મુદ્દામાલ કબજે ગુનામાં સંડોવાયેલા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ, કચ્છ -ભુજ તથા પોલીસ અધિક્ષક વી.કે.નાયી પાટણનાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહીબીશન લગતની ગે.કા.પ્રવુતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો રાધનપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન હકીકત મળેલ કે, રાધનપુર પો.સ્ટે. વિસ્તારના ચલવાડા ગામની સીમમાં રેલ્વે ફાટક નજીક આવેલ પડતર જગ્યામાં કેટલાક ઇસમો રાત્રી દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો મુદામાલ ટ્રક, આઇસર જેવી ગાડીમાં લાવી અન્ય છુટક વેપાર કરતા ઇસમોને દારૂનો મુદામાલ ખરીદ કરવા માટે પોતાના વાહનો સાથે બોલાવી જે જગ્યાએ દારૂનું ગે.કા. રીતે કટીંગ કરનાર છે તેવી ચોક્કસ બાતમી હકિકત મળી આવતાં જે બાતમી હકિકત આધારે સદર જગ્યાએ ટીમે રેઇડ કરતા એક આઇસર ગાડી નંબર-GJ.13.AX.8595 માં ભારતીય બનાવટના વિદેશી દારૂ વિપુલ પ્રમાણમાં લાવી સદરી જગ્યાએ રાત્રીના અંધારાનો લાભ લઇ આઇસર ગાડીમાંથી વિદેશી દારૂનો મુદામાલ અન્ય વાહનો સ્કોર્પીયો, ઇકો તથા બોલેરો ગાડીઓમાં હેરાફેરી (કટીંગ) કરતાં પોલીસ રેઇડ દરમ્યાન જગ્યા ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની બોટલ/ટીન નંગ-૯૬૫૮ કિંમત રૂ.૨૧,૬પ, ૨૪૮નો મુદામાલ તથા વાહન નંગ-૪ (આઇસર, ઇકો ગાડી, પીકઅપ ડાલુ, સ્કોર્પીયો ગાડી) કુલ કિં.રૂ.૩ર,૦૦,૦૦૦ તથા પ્લાસ્ટીકના કેરેટ નંગ-૫૦ મળી કુલ કિં.રૂ.૫૩,૬૫, ૨૪૮નો મુદામાલ મળી આવતાં તેને જપ્ત કયૉ હતાં.

પોલીસ ની રેડ દરમ્યાન જગ્યા ઉપરથી વાહનોના ચાલક તથા સંડોવાયેલ ઇસમો ભાગી જઇ ગુનો કરેલ હોઇ સંડોવાયેલ ઇસમો તેમજ તપાસમાં નીકળે તે તમામ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી સારૂ રાધનપુર પો.સ્ટે. ગુનો રજી કરી આગળની તપાસ એલ.સી.બી.પાટણ દ્વારા હાથ ધરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *