બૂટલેગરો અને અસમાજિક તત્વોના દબાણોની યાદી તૈયાર કરાઇ
એસપી ના આદેશ બાદ દબાણો પર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવશે; પાલનપુરમા અસમાજિક તત્વોને ડામવા પોલીસ દ્વારા બુલડોઝર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે વચ્ચે પૂર્વ વિસ્તારમાં આવેલ જનતાનગર વિસ્તારમાં પોલીસે કોંબિંગ હાથ ધરીને બૂટલેગરો તેમજ અસમાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે અને પોલીસ વડાના આદેશ બાદ આ તત્વોના દબાણો દૂર કરવા આવશે.
પાલનપુરના પૂર્વ તેમજ પશ્ચિમ પોલીસ,એલસીબી એસઓજી પોલીસના કાફલાએ જનતાનગર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરીને અસમાજિક તત્વો તેમજ બુટલેગરોની યાદી તૈયાર કરી હતી. જોકે શહેરમાં પોલીસ દ્વારા એક બાદ એક માથાભારે તત્વોની શાન ઠેકાણે લાવવા તેમના દબાણો તોડી પાડી વીજ અને નળ જોડાણ કાપવામાં આવી રહ્યા છે જેને લઇ અસમાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જે વચ્ચે જનતાનગર વિસ્તારમાં પોલીસના કાફલાએ લોકોમાં અસમાજિક તત્વો તેમજ બૂટલેગરોનો ભય દૂર કરવા કોમ્બીંગ કરી અસમાજિક તત્વોની યાદી તૈયાર કરી હતી. જે યાદી જિલ્લા પોલીસ વડાને સુપ્રત કર્યા બાદ એસપીના આદેશ બાદ આ વિસ્તારમાં માથાભારે તત્વોના દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવશે.