કુલ કિ.રૂ.૧૮,૧૨,૦૦૦/-ના મુદ્દામાલ સાથે છ ઈસમોને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી
પાટણ સીટી બી’ ડિવી. પો.સ્ટે. વિસ્તારમાંથી નકલી એલ.સી.બી.પોલીસ બનેલા ઇસમોને અસલી એલસીબી પોલીસે કુલ કિ.રૂ.૧૮,૧૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેજ, ભુજ તથા પોલીસ અધિક્ષક વી.કે. નાયી પાટણનાઓએ પાટણ જીલ્લામાં ચાલતી ગેર કાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું કરેલ સૂચના આધારે આર.જી. ઉનાગર એલસીબી પીઆઈ પાટણનાઓના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો કાર્યરત હતા.
દરમ્યાન બાતમી હઠીકત મળેલ કે, કેટલાક ઇસમો પાટલ એલ.સી.બી.ના પોલીસ અધિકારી પી.ટી. ઝાલા તરીકેની ઓળખ આપી લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે પૈસાની માંગણી કરતા હોઇ અને આ ઇસમો બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતાં લીલીવાડી ખાતે રોકાયેલ એક વેપારી પાસે તપાસના નામે રૂપિયા લેવા આવનાર હોઇ જે બાબતે ટીમે છટકું ગોઠવી ૬ ઇસમોને રવેટા હોટલના રૂમ નેબર-૨૦૨ માંથી ઝડપી પાડેલ અને સદરી ઇસમોની તપાસ કરતા એક ઈસમ પરમાર (ઠાકોર) સંજયજી મણાજી રહે વામૈયા તા.સરસ્વતી જી. પાટણ વાળાના મોજામાંથી પી.એસ.આઈ સંજયસિંહ મફતસિંહ રાજપુત બ.નં.૧૯૪૧ નોકરી એસ.ઓ જી. ગુજરાત પોલીસના નામનું ગુજરાત પોલીસનું ખોટુ આઇકાર્ડ તથા પોલીસે પહેરવાના બુટ તથા ખાખી મોજા મળી આવેલ જે બાબતે સદરી ઇસમને પુછતા તેઓ પોલીસ વિભાગમાં ફરજ નહી બજાવતા હોવાનું જણાવેલ અને તેઓ તમામ ઈસમો એલ.સી.બી. પોલીસનો સ્વાંગ રચી રૂપિયા પડાવવા આવેલ હોવાનું જણાવતાં સદરી ઇસમોને કિ ૧૮,૧૯,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તમામ વિરૂદ્ધ પાટણ સીટી બી ડિવીઝન. પો.સ્ટે.માં ગુન્હો રજી કરાવી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે પોલીસે સુચિત કયૉ છે કે ઉપરોક્ત ઈસમોએ પોલીસના નામે જેની પાસેથી પૈસા પડાવેલ હોય તેવા ઈસમો એ તાત્કાલિક બી. ડિવીઝન પોલીસ પાટણ ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે.
એલસીબી ટીમના હાથે પકડાયેલ આરોપીઓ
(૧) પરમાર (ઠાકોર) સંજયસિંહ મહફસિહ રહે.વામૈયા તા.સરસ્વતી જી.પાટણ
(૨) રાજપુત પોપટજી ચમનજી રહે. ચંદ્ધુમણા, દરબાર વાસ તા. જી.પાટણ
(૩) મીર સાહિદભાઇ ઇસબભાઇ રહે. વામૈયા, ઠાકોરવાસ તા. સરસ્વતી જી.પાટણ
(૪) ઠાકોર રમેશજી બાબુજી રહે.બીલીયા પટેલવાસ તા.સિધ્ધપુર જી.પાટણ
(૫) પરમાર જીતેન્દ્રસિંહ નરસંગજી રહે.ચંદ્રુમણા દરબારવાસ તા.જિપાટણ
(૬) રાજપુત્ર મહેન્દ્રસિંહ ભીખુસિંહ રહે. ચંદ્રુમણા દરબારવાસ તા.જી.પાટણ
કબ્જે કરેલ મુદ્દામાલ..
(૧) રોકડ રકમ રૂપિયા ૫૦,૦૦૦/-
(૨) મોબાઇલ નંગ-૧૧ કિ.રૂ.૧,૪૧,૦૦૦/-
(૩) વાહન નંગ ૩ કિ.રૂ.૧૬,૦૦,૦૦૦/-
(૪) પોલીસ યુનિફોર્મના બુટ એક જોડી તથા મોજા એક જોડી કિ. રૂ.૧,૦૦૦/-
(૫) નકલી આઈકાડૅ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧૮,૧૯,૦૦૦ નો મુદામાલ.
Beta feature


