સિદ્ધપુરમાં કુંવારીકા મા સરસ્વતીની કૃપમાં ભરાતા પરંપરાગત કાવ્યોકના એટલે કે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થયો છે. ગુજરાત રાજયના વિવિધ પ્રદેશો ભક્તોનો અવિરત પ્રથમ દિવસથી જ શરૂ થઈ ગયો છે.
શ્રદ્ધા, તર્પણ અને ઉલ્લાસનું ત્રિવેણી સંગમ દેવનગરી તરીકે વિશ્વપ્રચલિત એવા સિદ્ધપુરમાં કારતક માસની પૂર્ણિમા પર યોજાતો પરંપરાગત અને ભવ્ય લોકમેળો જે કાત્યોંકના મેળા તરીકે પ્રસિદ્ધ છે. જેમાં પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં આવતાં ભક્તજનોથી મેળાનો લ્હાવો જ એક અખોની અનુભૂતિ કરાવે છે. જેમાં શ્રદ્ધા, તર્પણ અને ઉલ્લાસનું ત્રિવેણી સંગમ જોવા મળે છે. તો ચૌદસ અને પૂર્ણિમા પર સરસ્વતી નદીમાં ત્રિવેણી સંગમ સર્જાતું હોવાથી લોકો અહીં સ્નાન કરી પણ ધન્યતા અનુભવે છે.

