ડીસા તાલુકાના આખોલ મોટી ગામની સીમમાંથી પોલીસે જુગારધામ ઝડપી પાડ્યું

ડીસા તાલુકાના આખોલ મોટી ગામની સીમમાંથી પોલીસે જુગારધામ ઝડપી પાડ્યું

રૂ.49,700 ના મુદ્દામાલ સાથે 8 જુગારીયા પકડાયા; સ્થાનિક ગુના શોધક શાખા એલસીબી પાલનપુર પોલીસે મળેલી બાતમીના આધારે, એક ખેતરમાં ચાલતા તીનપત્તીના જુગાર પર દરોડો પાડયો હતો. આ દરોડામાં કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી રોકડ રૂપિયા 14,200, 52 ગંજીપાના, અને ચાર મોબાઈલ ફોન મળીને કુલ 49,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પકડાયેલા આરોપીઓમાં (1) અલ્પેશસિંહ લક્ષ્મણસિંહ દરબાર, (2) રમેશજી પબજી દરબાર, (3) બાદરસિંહ ગેનસિંહ દરબાર, (4) ભરતસિંહ રઘાજી દરબાર, (5) મનુભા ગજુસિંહ દરબાર, (6) જ્યંતીસિંહ પબસિંહ દરબાર, (7) મેઘાભાઈ નાગરભાઈ મકવાણા અને (8) જીગરભાઈ કેશાભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ડીસા તાલુકાના આખોલ મોટી અને આખોલ નાની ગામના રહેવાસી છે.

તમામ આરોપીઓ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ-12 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સફળ ઓપરેશન બદલ બોર્ડર રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને બનાસકાંઠાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પોલીસ ટીમને બિરદાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *