થરાદના દાતિયા ગામે યુવતીની હત્યા કરનાર કાકાની પોલીસે કરી અટકાયત, પિતા ફરાર

થરાદના દાતિયા ગામે યુવતીની હત્યા કરનાર કાકાની પોલીસે કરી અટકાયત, પિતા ફરાર

બનાસકાંઠા જિલ્લાની ચકચારી બનેલી ઘટનાની વિગત એવી છે કે થરાદ તાલુકાના દાંતિયા ગામે રહેતી અને પાલનપુરમાં નિટ પરીક્ષાની તૈયારી કરી રહેલ એક યુવતીને એક યુવક સાથે પ્રેમ થતા તે બંને મૈત્રી કરાર કર્યા હતા. ત્યારબાદ આ બાબતથી પરિવાર નારાજ હતો જેથી એક દિવસ યુવતી પ્રસંગમાં તેના પિયરમાં ગઈ તે સમયે તેના પિતાએ તેના ભાઈ સાથે મળી યુવતીને દૂધમાં ઊંઘની ગોળીઓ પીવડાવી તેને ગળે ટુંપો આપી હત્યા કરવામાં આવી હતી.

ત્યારબાદ આ સમગ્ર ઘટનાને નેચરલ ડેથમાં ખપાવી દેવામાં આવી અને યુવતીની અંતિમવિધિ પણ કરી દેવામાં આવી હતી જોકે થોડાક સમય બાદ યુવતીના જેની સાથે મૈત્રી કરાર થયા હતા તે યુવકને જાણ થઈ કે તેની નેચરલ ડેથ નહી પરંતુ તેના જ પરિવારે હત્યા કરી છે જેથી તેને આ બાબતેની કોર્ટમાં અરજી કરી હતી તેથી કોર્ટે તટસ્થ તપાસ કરવા માટે અને કસુરવારો સામે પગલાં ભરવા જણાવ્યું હતું જેના પગલે પોલીસે જીણવટ ભરી તપાસ કરી હતી. એ.એસ.પી સુમન નાલા એ તપાસ હાથ ધરતા તપાસમાં યુવતીના પિતાએ તેના ભાઈ સાથે મળી તેની દીકરીની હત્યા કરી હોવાની ચોકાવનારી હકીકત સામે આવી હતી જેના પગલે પોલીસે કાકાની અટકાત કરી છે જો કે અત્યારે તેના પિતા ફરાર હોવાથી પોલીસે પિતાની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *