મહેસાણા જિલ્લામાં શેર બજારમાં રોકાણના નામે લાખો અને કરોડો રૂપિયાનું રોકાણ કરાવી છેતરપીડી કરતા લોકોએ માઝા મુકી છે. તેમાંય ખાસ કરીને મહેસાણા જિલ્લામાં તેના મુખ્ય હબ તરીકે મહેસાણા, ઉનખા, વિસનગર, વડનગર અને ખેરાલુ જેવા શહેરોનો સમાવેશ થાય છે. આ તમામ શહેરમાં શેર બજારમાં રોકાણ કરવાના બહાને છેતરપીડી કરનાર ટોળકીઓ ભયંકર હદે સક્રિય બની ગઈ છે. અવારનવાર જિલ્લા પોલીસ દ્વારા શેર બજારમાં રોકાણ કરાવીને ખોટી રીતે લાખો રૂપિયાની છેતરપીંડી કરતા સાગરીતો પર કડકમાં કડક પગલાં લેવામાં આવ્યા છે છતાં પણ આ બાબતે આજ દિન સુધી આવા લોકો પર સંપૂર્ણપણે નિયંત્રણ લાદવામાં સરકારી તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. પરંતુ તાજેતરમાં જિલ્લાના વડનગર નજીકના ગામમાંથી શેર બજારમાં રોકાણ કરાવી છેતરપીંડી આચરનારા ત્રણ સાગરીતોને પકડવામાં વડનગર પોલીસને સફળતા હાથ લાગી છે.
મહેસાણા જિલ્લાના વડનગર પાસે આવેલા શાહપુર બોરિયાપુરા ચરામાં વડનગર પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે કે કોન્ટેક્ટ નંબરોનું લિસ્ટ અને ટેલિફોન માધ્ય્યમથી શેર બજારમાં રોકાણ કરાવી છેતરપિંડી આચારતી ટોળકી ગેર કાયદેસર કોલ સેન્ટર ચલાવી લોકોને ફોન કોલ કરી શેર બજારમાં રોકાણ કરાવવા માટે કોલ કરાવવામાં આવતાં હોવાનું જામવા મળેલ જે અનુસંધાને વડનગર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા કોલ સેન્ટર દ્વારા કોલ કરીને શેર બજારમાં રોકાણ કરાવી લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ખાનગી બાતમીમાં હકીકત જણાઈ આવતાં તેના આધારે પોલીસે રેડ કરી હતી જ્યાં શેર બજારમાં રોકાણ કરાવી લાખો રૂપિયાનો ચુનો લગાવી છેતરપીંડી આચરતાત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતાં જ્યારે અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ બાબતે વડનહર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


