મહેસાણા જિલ્લો દિવસે ને દિવસે ગુનાહિત પ્રવૃતિઓ માટે ખૂબ જ પ્રચલિત બની ગયો છે અને ગુનેગારો પણ જાણે કે પોલીસ વિભાગને ખુલ્લેઆમ ચેલેન્જ આપતા હોય તેમ બેખોફ થઈને બેફામ બની ગયા છે. જોવા જઈએ તો હાલના તબક્કે અસામાજિક તત્વો અને ગુનેગારોને પોલીસનો કોઈ ડર કે ભય રહ્યો જ નથી.
વડનગરની વાત કરવામાં આવે તો વડનગરમાં કાયદો અને વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન કરાવવામાં પીઆઈ એચ.એલ.જોષી મહદઅંશે સફળ નીવડ્યા છે. પીઆઈ જોશીએ ચાર્જ સાંભળ્યા બાદ ખરા અર્થમાં અસામાજિક તત્વો અને ગુનેગારો ભય તળિયે જતાં રહ્યાં છે. પરંતુ ક્યાંક ક્યાંક એવા પણ અસામાજિક લોકો અને ગુનેગારો છે કે જેમને વાસ્તવમાં પોલીસ કે કાયદાનો કોઈ ડર કે ભય ના હોય તેમ ખાનગીમાં છુપી રીતે પોલીસને ચેલેન્જ કરતા જોવા મળી રહ્યાં છે. તેવામાં ગતરોજ વડનગર શહેરી વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે વડનગર તોરણીયા વડ સર્કલ પાસે આવેલ કેનાલ નજીકના છાપરાની આગળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક વ્યક્તિઓ ભેગા મળી પોતાના અંગત અને આર્થિક ફાયદા સારૂ તીન-પત્તીનો જુગાર રમતા હતા.
જે આધારે વડનગર પોલીસે જગ્યા પર જઈને રેઇડ કરતા સ્થળ પણ જ જુગાર રમતાં આંઠ જેટલા વ્યક્તિઓને રોકડ રકમ રૂ.૧૫,૦૦૦/- તથા દાવ પરથી મળી આવેલ એન્ડ્રોઇ મોબાઇલ ફોન નંગ-૦૧ તથા આઠ ઇસમો પાસેથી મળી આવેલ કુલ મો.ફોન નંગ -૮ મળી કુલ મોબાઇલ ફોન નં-૦૯ જેની કુલ કિં રૂ-૪૬,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૦૧,૦૦૦/- ના ગણનાપાત્ર મુદ્દામાલ સાથે રંગે હાથ પકડી પાડી તે તમામની વિરુદ્ધમાં જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ :-
(૧) સેનમા નગીનભાઇ નેનાભાઇ છગનભાઇ
(૨) ઠાકોર નાગજીજી વીરાજી વલાજી
(૩) પોલાદી શરીફખાન સિકંદરખાન પૂનમખાન
(૪) ઠાકોર લાલાજી ચતુરજી જીવણજી
(૫) ઠાકોર રાકેશજી ખેંગારજી
(૬) ઠાકોર અભિષેક આશિષજી કાંન્તીજી
(૭) ઠાકોર શૈલેષસીંહ ઉર્ફે વાઘુભા વેચાતજી જવાનજી
(૮) ઠાકોર કિશનજી રંગુજી સોનાજી

