પંજાબ નેશનલ બેંકમાંથી ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની લોન છેતરપિંડી કરી હતી અને બેલ્જિયમ ભાગી ગયો હતો.
પીએનબી લોન કૌભાંડના આરોપી ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય એજન્સીઓ દ્વારા મેહુલ ચોક્સીને બેલ્જિયમમાં શોધી કાઢવામાં આવ્યો હતો. વર્ષ 2021ના અંતમાં, મેહુલ ચોક્સી એન્ટિગુઆથી ભાગી ગયો હતો. અને બેલ્જિયમ પહોંચી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચોક્સીની શનિવાર ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, સીબીઆઈની અપીલ પર ધરપકડ કરવામાં આવી હતી અને તે હજુ પણ જેલમાં છે. હવે તેના પ્રત્યાર્પણની તૈયારીઓ કરવામાં આવશે. જોકે, તેમના વકીલ તેમના સ્વાસ્થ્ય અને અન્ય દલીલો ટાંકીને કોર્ટમાં જામીન માટે પ્રયાસ કરશે.
મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંકમાંથી ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની લોન છેતરપિંડી કરી હતી. છેતરપિંડી કર્યા પછી, ચોક્સી ધરપકડથી બચવા માટે ભારતથી બેલ્જિયમ ભાગી ગયો. અહીં તે તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે એન્ટવર્પમાં રહેતો હતો કારણ કે પ્રીતિ ચોક્સી પાસે બેલ્જિયમની નાગરિકતા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમની પાસે બેલ્જિયમમાં ‘એફ રેસીડેન્સી કાર્ડ’ હતું અને તેઓ સારવાર માટે એન્ટિગુઆથી બેલ્જિયમ આવ્યા હતા.