બિહાર વિધાનસભા ચૂંટણીમાં વિજય પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીએ X પર બિહારમાં NDA સરકારની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, પીએમ મોદીએ લખ્યું, “સુશાસન જીત્યું છે. વિકાસ જીત્યો છે. જન કલ્યાણની ભાવના જીતી છે. સામાજિક ન્યાય જીત્યો છે.
પીએમ મોદીએ એમ પણ લખ્યું, “બિહારમાં મારા પરિવારના સભ્યો પ્રત્યે હું ખૂબ ખૂબ આભાર માનું છું, જેમણે 2025 ની વિધાનસભા ચૂંટણીમાં NDA ને ઐતિહાસિક અને અભૂતપૂર્વ વિજય સાથે આશીર્વાદ આપ્યા છે. આ પ્રચંડ જનાદેશ આપણને લોકોની સેવા કરવા અને બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરવા માટે સશક્ત બનાવશે.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધને ઐતિહાસિક જીત મેળવી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના વલણો અને પરિણામો અનુસાર, NDA 243 બેઠકોમાંથી 200 થી વધુ બેઠકો જીતી ચૂક્યું છે અથવા આગળ છે. 2010 પછી NDAનો આ સૌથી મોટો વિજય છે, જ્યારે ગઠબંધને 206 બેઠકો જીતી હતી.

