ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પર, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું – ભારત તેના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંના એક, ડૉ. મનમોહન સિંહ જીના નિધનથી શોકમાં છે. એક સામાન્ય પરિવારમાંથી ઉભરીને, તેઓ પ્રખ્યાત બન્યા. અર્થશાસ્ત્રી તરીકે તેમણે વિવિધ સરકારી હોદ્દાઓ સંભાળ્યા હતા, અને વર્ષોથી અમારી આર્થિક નીતિ પર તેમણે લોકોના જીવનને સુધારવાના વ્યાપક પ્રયાસો કર્યા હતા.
India mourns the loss of one of its most distinguished leaders, Dr. Manmohan Singh Ji. Rising from humble origins, he rose to become a respected economist. He served in various government positions as well, including as Finance Minister, leaving a strong imprint on our economic… pic.twitter.com/clW00Yv6oP
— Narendra Modi (@narendramodi) December 26, 2024
પીએમ મોદીએ જૂની યાદો શેર કરી: પીએમ મોદીએ ડૉ.મનમોહન સિંહ સાથે જૂની યાદો પણ શેર કરી. તેમણે લખ્યું – “જ્યારે ડૉ. મનમોહન સિંહજી વડાપ્રધાન હતા અને હું ગુજરાતનો મુખ્યપ્રધાન હતો, ત્યારે મારી અને તેમની વચ્ચે નિયમિત વાતચીત થતી હતી. અમે શાસનને લગતા વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરતા હતા. તેમની બુદ્ધિ અને નમ્રતા હંમેશા જોવા મળતી હતી. આ દુઃખની ઘડીમાં ડૉ. મનમોહન સિંઘના પરિવાર, તેમના અસંખ્ય પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું: દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું- “ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ જી એ બહુ ઓછા રાજકારણીઓમાંના એક હતા જેમણે શિક્ષણ અને વહીવટની દુનિયામાં સમાન સરળતા સાથે કામ કર્યું હતું. જાહેર કચેરીઓમાં તેમની વિવિધ ભૂમિકાઓમાં, તેમણે ભારતીય અર્થતંત્રને ખૂબ પ્રભાવિત કર્યું હતું. રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા, તેમના દોષરહિત રાજકીય જીવન અને તેમની અપાર વિનમ્રતા માટે તેઓ હંમેશા યાદ રહેશે. હું આદરપૂર્વક એક મહાન વ્યક્તિને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.”