ઊંઝા ખાતે તાજેતરમાં પ્લાસ્ટિક પોલ્યુશન જનજાગૃતિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક નગરજનોએ માહિતી મેળવવા રસ દાખવ્યો હતો તેમ જ પ્લાસ્ટિક કો પ્રદુષણથી થતા નુકસાન અને રોગો વિશે પણ માહિતગાર થયા હતા. ઊંઝા નગર પાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પટેલ, ચીફ ઓફિસર અને ઊંઝા નગરપાલિકા સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર અને આઈઈસી ટીમના સક્રિય પ્રયત્નથી પ્લાસ્ટિક પોલ્યુશન અવરનેસનો પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ઊંઝાના કોર્પોરેટરો, એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત જાહેર જનતાએ હાજરી આપીને પ્રદર્શન નિહાળ્યું હતું. અને પ્લાસ્ટિક પોલ્યુશન નહીં કરે એની બાહેધરી આપી હતી.

- December 27, 2024
0 165 Less than a minute
You can share this post!
editor