અમદાવાદમાં પ્લેન ક્રેશ; 242 લોકો સવાર મેઘાણીનગર નજીક ક્રેશ વિજય રૂપાણી પણ વિમાનમાં સવાર હતા

અમદાવાદમાં પ્લેન ક્રેશ; 242 લોકો સવાર મેઘાણીનગર નજીક ક્રેશ વિજય રૂપાણી પણ વિમાનમાં સવાર હતા

અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયાના સમાચાર છે. ક્રેશ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો ઉડતો જોવા મળ્યો. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ટેક ઓફ થયા પછી તરત જ આ અકસ્માત થયો હતો. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 12 ક્રૂ મેમ્બર (બે પાયલોટ સહિત) અને 230 મુસાફરોનો સમાવેશ થાય છે. અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમે આ વાતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યા પછી તરત જ મેઘાણીનગર નજીક ક્રેશ થયું.

મળતી માહિતી મુજબ આ ફ્લાઈટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણી પણ વિમાનમાં સવાર હતા. સાથે જ વિજય રૂપાણી આ પ્લેનમાં સવાર હતા કે નહોતા તેવી સરકાર કે ભાજપ દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ અંકારી પાસે એ ટિકિટ પહોંચી છે જે પુષ્ટિ કરે છે કે આ પ્લેનમાં જ વિજય રૂપાણી ગયા છે. મૃતકોનો આંકડો સામે આવી રહ્યો છે, ઇજાગ્રસ્તોનો આંકડો સામે આવી રહ્યો છે. પરંતુ આ હજુ વિજય રૂપાણીના નામની પુષ્ટિ કોઈએ કરી નથી.

એર ઇન્ડિયાનું વિમાન AI-171 દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI એરપોર્ટ) થી અમદાવાદ માટે ઉડાન ભરી હતી અને અહીં થોડા સમય માટે રોકાયા બાદ ગુરુવારે બપોરે લંડન માટે ઉડાન ભરી હતી અને ક્રેશ થયું હતું. ફાયર ઓફિસર જયેશ ખાડિયાએ જણાવ્યું હતું કે ક્રેશ થયા બાદ વિમાનમાં આગ લાગી હતી અને આગ ઓલવવા માટે ફાયર એન્જિનો સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *