પાયલોટ દ્વારા પોલીસ નિવેદન આપી વિમાન દુર્ઘટના બાબતે મોટો ખુલાસો કર્યો
કન્ટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટતા વિમાન ક્રેશ થયું; ગત બે દિવસ અગાઉ મહેસાણા નજીક ઉચરપી ગામના ખેતરમાં બનેલી વિમાન દુર્ઘટનાના પગલે તમામ સરકારી તંત્રએ તેની ગંભીરતાથી તપાસ હાથ ઘરી હતી. જે સમયે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી તે સમયે વિમાન ચાલક યુવતીને નાની મોટી સામાન્ય ઇજાઓ થવા પામી હતી જેના કારણે તેમને તાત્કાલીક અસરથી સારવાર અર્થે પહેલા સરકારી દવાખાને તેમજ ત્યાર બાદ વધુ સારવાર માટે ખાનગી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. વિમામ ચાલક યુવતીની તબિયતમાં સુધારો થતા સમગ્ર ઘટના બાબતે પોલીસ દ્વારા તેણીનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ મામલે પાયલોટ યુવતીએ પોલીસને લખવેલા નિવેદનમાં મોટો ખુલાસો કર્યો છે. જેમાં ચાલુ વિમાને કંટ્રોલરૂમ સાથે અચાનક જ સંપર્ક તૂટી જવાથી તાલીમાર્થી યુવતી ગભરાઈ ગઈ હતી. જેના લીધે ગભરામણમાં જ વિમાનનું કન્ટ્રોલ ગુમાવી દેતા ક્રેશ લેન્ડિંગ થયા હોવાનું પોલોસ સમક્ષ નિવેદન આપી મોટો ખુલાસો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હૈદ્રાબાદની આલેખ્યાં પેચેટી છેલ્લા બે વર્ષથી મહેસાણામાં બ્લ્યુ રે એવિએશન ટ્રેનિંગ સ્કૂલમાં વિમાન ચલાવવાની તાલીમ મેળવી રહી છે જેમાં શીખનાર ટ્રેની પાયલોટે રોજ ત્રણ કલાક ઉડાન ભરી વિમાન ચલાવવાની ટ્રેનિંગ લેવાની હોય છે.
હૈદ્રાબાદથી વિમાન શીખવાની ટ્રેનિંગ લેવા આવેલી આલેખ્યાં પેચેટીના જણાવ્યા પ્રમાણે સાંજે આશરે 6 વાગ્યાની આજુબાજુ ચાલુ વિમાને ટ્રેનિંગ સ્કૂલના કન્ટ્રોલ રૂમ સાથેનો સંપર્ક તુટી ગયો હતો તે બાદ પ્લેન ધીમે ધીમે નીચે આવવા લાગ્યું હતું અને અચાનક જ ઉચરપી ગામની સીમમાં આવેલા ખેતરમાં ક્રેશ લેન્ડિંગ થયું હોવાનું ટ્રેની પાયલોટ દ્વારા પોલીસ નિવેદન આપી વિમાન દુર્ઘટના બાબતે મોટો ખુલાસો કર્યો છે.