દશનામ ગોસ્વામી સમાજના વિરૂધ્ધ અભદ્ર ભાષાના ઉચ્ચારણો બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા થરાદમાં આવેદનપત્ર

દશનામ ગોસ્વામી સમાજના વિરૂધ્ધ અભદ્ર ભાષાના ઉચ્ચારણો બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા થરાદમાં આવેદનપત્ર

મહંત બળદેવનાથ ગુરુશ્રી વસંતનાથ દેવ દરબારની જગ્યા તા. કાંકરેજ સમગ્ર કરી સમગ્ર ગોસ્વામી સમાજની લાગણી દુભાવેલ હતી:કાંકરેજ તાલુકાના ગંગાપુર ગામે થળી મઠ મુકામે પ.પૂ. મહંતશ્રી ૧૦૦૮શ્રી જગદીશપુરીજી બાપુ તા. ૧૯-૧૧-૨૪ ના રોજ બ્રહ્મલીન (દેવલોક) થતા તા. ૨૨-૧૧-૨૦૨૪ ના રોજ થળી મઠ મુકામે સમગ્ર સેવકો, ભક્તગણ તેમજ સંતો, મહંતોની તેમજ હજારો ગ્રામજનોની હાજરીમાં નવા ગાદીપતી તરીકે મહંતશ્રી કાર્તિકપુરીજી બાપુની ચાદરવિધિ કરેલ હતી

કોઈપણ સંત, મહંતશ્રી દેવલોક પામે તો તેમના સેવકગણ, સંતો, ગ્રામજનોની હાજરીમાં પાલખીયાત્રામાં કાઢવામાં આવે છે. પરંતુ અહીં માત્ર ગણ્યા ગાંઠયા લોકો દેવ દરબારની જગ્યાના મહંત બળદેવનાથ ગુરુશ્રી વસંતનાથ તા. કાંકરેજ સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ વિરૂધ્ધ અશોભનીય અને અભદ્ર બેફામ વાણી વિલાસ કરી આ ગોસ્વામી સમાજ શું કરી લેશે તેવું સમગ્ર સમાજને જણાવેલ છે.

જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ તેમનો વિડીયો જોઈ ખૂબ જ આઘાત સાથે દુઃખની લાગણી અનુભવેલ છે.જેથી આવી અભદ્ર અને અશોભનીય વાણીના વિરૂધ્ધમાં થતી કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવે છે.

તેમજ આ બાબતે સમગ્ર વાવ-થરાદ તાલુકા દશનામ ગોસ્વામી સમાજની માનહાનિ થયેલ છે. જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજને લાગણી દુભાયેલ હોઈ મહંત બળદેવનાથ બોલેલ અપશબ્દો પાછા ખેંચવા સમાજની માંગણી. જેથી આપ સાહેબને વિનંતી કે બળદેવનાથ ગુરૂશ્રી વસંતનાથ દેવ દરબાર મઠ તા. કાંકરેજ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજની માંગણી છે. તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

subscriber

Related Articles