વાવ તાલુકાના પાનેસડા ગામે વાવેચી પરગણાના મારવાડી ચૌધરી સમાજના 22 ગામોનું અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ ગામમાં 135 લોકોએ એક વર્ષ દરમિયાન ભગવાનની આરાધના કર્યા બાદ અગિયારસનો ઉજમણા પ્રસંગ યોજ્યો હતો.
જેમાં વાવ તાલુકાના વાવેચી પરગણાના 22 ગામોના મારવાડી ચૌધરી સમાજના લોકો બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા. જે પ્રસંગે વાવ વિધાન સભાના અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે માત્ર પક્ષીની કિકીનું નિશાન જોઈ ચૂંટણી જીતવી છે. તો અપક્ષના નિશાન પર મતદાન કરવા જણાવ્યું હતું .વધુમાં મારુ ગામે ગામ પૈસાના હાર પહેરાવી બાઇક રેલી અને ઢોલ નગારાથી સ્વાગત થતાં મને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે. જેથી મારી જીત નક્કી હોવાનું અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે જણાવ્યું હતું.