50 વર્ષ જૂની ઓવરહેડ ટાંકી નવીન બનાવવા માંગ ઉઠી; વડગામ તાલુકાનાં છાપી ગામમાં જર્જરિત પાણીનું ટાંકું જોખમી જોવા મળી રહ્યું છે તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા તેમાં પાણી ભરવામાં આવી રહ્યું છે. જેના કારણે ટાંકી માંથી પાણી લિકેઝ થતું જોવા મળી રહ્યું છે. આમ આ ટાંકું જાહેર માર્ગ પર આવેલું હોવાથી આગામી સમયમાં કોઈ મોટા અકસ્માતની ભીતિ વર્તાઈ રહી હોય તેવું લોકો જણાવી રહ્યા છે. વડગામ તાલુકા ના છાપી ગામમાં ગ્રામ પંચાયતની બાજુમાં આવેલું વર્ષોજૂનું પાણીનું ટાંકું જર્જરિત હાલતમાં છે. આમ આ ટાંકાની આસપાસ કેટલાક લોકો પણ વસવાટ કરી રહ્યા છે. આ સિવાય દુકાનો અને રહેણાંક મકાનો પણ આવેલા છે. આમ આગામી સમયમાં આ જર્જરિત પાણીનું ટાંકું પડી જાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો આસપાસના લોકોને થતાં નુકશાનને અટકાવી શકાય તેમ છે.
50 વર્ષ જૂનું ટાંકુ પડું પડું હાલતમાં; છાપી ગ્રામ પંચાયત ની બાજુ માં આવેલ પચાસ વર્ષ જૂનું પાણી નું ટાંકુ હાલ માં જર્જરિત તેમજ પડું પડું હાલત માં જોવા મળી રહ્યું છે. ત્યારે જિલ્લા કલેકટર અને વિકાસ અધિકારી તાત્કાલિક પગલાં ભરી ટાંકાનો ઉપયોગ બંધ કરાવી નવીન બનાવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.
વિકાસ ના નામે લોકો છેતરાયા ના આક્ષેપ; છાપીમાં ત્રણ વર્ષ અગાઉ યોજાયેલ ચૂંટણી માં લોકો ને છાપી નો વિકાસ તેમજ ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ આપવાનું વચન વિકાસ સમિતિ એ આપ્યું હતું. જોકે છેલ્લા ત્રણ વર્ષ માં એકપણ કામ વિકાસ નું ન થતા વિકાસ સમિતિસામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. અને સમિતિ માત્ર પોતાના હિત ના કામો કરી હાથ અધ્ધર કરી દીધા હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે.