તંત્રની ગોરખનીતિ: લક્ષ્મીપુરામાં છેલ્લા 3 વર્ષથી રેલવે ફાટક બંધ
બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુરની લક્ષ્મીપુરા ફાટક પર ઓવરબ્રિજ ના હોવાથી ગામના લોકો ટ્રેનના પાટા પરથી ચાલવા મજબૂર બન્યા છે. ગામના બાળકો પણ જીવના જોખમે પાટા પરથી ચાલીને શાળાએ જતા હોય છે. તંત્રને અવારનવાર રજૂઆત છતાં તંત્રની ગોરખનીતિ બહાર આવી છે. પાલનપુરના લક્ષ્મીપુરા ગામની હાલત એવી છે કે કોઈનું મૃત્યુ થાય તો પણ સ્મશાન ઘર જવા માટે 5 થી 7 કિલોમીટર ફરીને શહેરમાંથી થઈને બાજુમાં આવેલા સ્મશાનમાં જવું પડે છે. જ્યારે બાળકોને સ્કૂલ જવામાં પણ વ્યાપક મુશ્કેલીઓ પડી રહી છે.
પાલનપુર નજીક આવેલ લક્ષ્મીપુરા ગામે છેલ્લાં 3 વર્ષથી ફાટક બંધ થવાથી મુશ્કેલી અનુભવી રહ્યું છે. લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા પાસેના રેલ્વે ફાટક નંબર 159 જે ડી.એફ.સી.સી. રોડના કારણે બંધ છે, સરકાર દ્વારા અત્યાર સુધી કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેનાં લીધે ગામના લોકોને મુશ્કેલી પડી રહી છે, પાલનપુરનું લક્ષ્મીપુરા ગામ આમ તો છે. પાલનપુરમાં જ પરંતુ ગ્રામ પંચાયત લાગે છે. 20 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામનો રસ્તો બંધ થઈ ગયો છે.
લક્ષ્મીપુરાના સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર માનવ રહિત ફાટક માટે ફાટક તો બંધ કરાવી છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી ઓવર બ્રિજ અથવા અંડર પાસનું કામ ન થતા પશુપાલકો વેપારીઓ અને ગ્રામજનોને ખૂબ જ મોટી મુશ્કેલી પડે છે કારણ કે પાલનપુર શહેરમાં જવું. હોય તો પાંચથી સાત કિલોમીટરનું અંતર કાપીને જવું પડે ત્યારે ગ્રામજનોની માગણી છે કે વહેલી તકે ઓવરબ્રિજ બનાવાય અથવા અંડર પાસ બનાવાય અથવા તો ફાટકને ખોલી નખાય તો ગ્રામજનોની મુશ્કેલીના પ્રશ્નનો નિકાલ થાય તે જરૂરી જણાય છે. શાળાના વિદ્યાર્થી જીરલ કનેકચિયા અને ઝીલ જગાનીયાએ કહ્યું કે, સૌથી મોટી મુશ્કેલી લક્ષ્મીપુરાના બાળકો અને વિદ્યાર્થીઓની છે. પશુપાલકો ને ખેડૂતો તો રેલવે ક્રોસ કરીને જાય જ છે. પરંતુ શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ આ રેલવેના પાટા ક્રોસ કરી જવા મજબૂર છે. જોકે જીવના જોખમ વચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સતત મોતનો ડર લાગી રહ્યો છે. તેમની માગણી છે કે ગમે તે પ્રકારે આ રસ્તો ચાલુ થવો જોઈએ.
બનાસકાંઠાના કલેકટર મિહિર પટેલે જણાવ્યું કે, વહીવટી તંત્રનું કહેવું છે. કે પાછલા કેટલાય વર્ષોથી લક્ષ્મીપુરા ફાટક પર બ્રિજ મંજૂર થઈ ગયેલો છે.પણ સંપાદનના મુદ્દે કામગીરી અટકી હતી. હાલમાં સંપાદનની કામગીરી સંપન્ન કરવામાં આવી છે અને વળતરની કામગીરી ચાલી રહી છે. પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી 3 વર્ષ બાદ પણ સર્વેનું કામ પૂરું કરી શકી નથી. આ મામલે આગળ તપાસ કરાશે.