થરાદ તાલુકાનું રાહ ગામ એક તાલુકાના દરજ્જાનું સેન્ટર ગણાતું ગામ છે જે ધાનેરા થરાદ જેતડા તેમજ રાજસ્થાન સુધીના સીધા રસ્તાઓને મળતું ગામ છે જેથી કરીને અસામાજિક તત્વો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવી રહી છે તેમજ અન્ય જગ્યાએથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રાહ ગામે થી પસાર થાય છે. જેમાં અફીણ પોષડોડા દારૂ જેવા નશીલા પદાર્થો ભરેલી ગાડીઓ પસાર થાય છે તદુપરાંત રાત્રીના સમયે અબોલ પશુઓને કતલખાને લઈ જનારા લોકો પિકઅપ તેમજ ભારે વાહનો સાથે કાળા બજારીયા પોતાનો કાળો વેપાર કરવા પસાર થાય છે ત્યારે આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોને ડામવા રાહ ગામના મૂખ્ય માર્ગો તેમજ ગામના પ્રવેશવાના રસ્તે સીસીટીવી કેમેરા ગોઠવવા ગામલોકોની માંગ ઉઠી છે. જ્યારે પણ કોઇપણ બાબતની ઘટના સર્જાય કે ગુનાહિત બનાવો બને ત્યારે સીસીટીવી કેમેરાના માધ્યમથી એક સાચો પુરાવો મળી શકે છે જેથી ધારાસભ્ય આ બાબતે ધ્યાન ઉપર લઇ રાહ ગામે સીસીટીવી કેમેરા ગોઠવવા ગામલોકોની મદદ કરે તેવી આશા અપેક્ષા રાખીએ છીએ.
- August 11, 2025
0
145
Less than a minute
You can share this post!
editor

