દર્દીનું સારણ ગાંઠનું ઑપરેશન બાદ મોત નિપજતા પરિવારે હોસ્પિટલમાં હંગામો મચાવ્યો; પાટણની શ્યામ હોસ્પિટલ ખાતે ડોક્ટરની બેદરકારીના કારણે દર્દી નું મોત થયું હોવાની ઘટના ને પગલે મૃતક દર્દીના પરિવારજનોએ ઓપરેશન દરમિયાન ડોકટરની બેદરકારી ના આક્ષેપ કરી હોસ્પિટલમાં હંગામો મચાવતા પોલીસે ધટના સ્થળે આવવાની ફરજ પડી હતી.
આ ધટનાની મળતી માહિતી મુજબ પાટણ શહેરના સુભદ્રા નગરમાં આવેલ શ્યામ હોસ્પિટલના ડો.મુકુંદ પટેલ ના રાધનપુરના રમીલાબેન નામની મહિલા ને સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં જયાં ડોકટરે મહિલાને તપાસી ઓપરેશન કરવું પડશે તેમ જણાવી પરિવારની સંમતિ મેળવી મહિલા નું સારણ ગાઠ નું ઓપરેશન કયુઁ હતું અને ઓપરેશન ના બીજા દિવસે મહિલાની તબિયત બગડતા પરિવાર જનોએ ડોકટર ને આ બાબતે જણાવતા ડોકટરે મહિલા દર્દીને ઇન્ફેક્સન થયું હોવાનું જણાવ્યું હતું.
ત્યાર પછી એકવાર પણ ડો. મુકુંદ પટેલ દર્દીની વિઝીટ માટે ન આવતા અને દર્દીને જોઈતી સારવાર આપવામાં આવી ન હોવાના કારણે રમીલાબૅન નું મોત નીપજ્યું હોવાના આક્ષેપ મૃતક ના પરિવાર જનોએ કરી હોસ્પિટલમાં હંગામો મચાવતા પોલીસે ધટના સ્થળે દોડી આવવાની ફરજ પડી હતી. તો આ બાબતે મૃતક મહિલા ની પુત્રી કાજલબૅન સાધુએ આક્ષેપ કર્યા છૅ કે ઓપરેશન આયુષ્માન કાર્ડમાં કરવાનું હોવાનું ડોક્ટરને જણાવતા તેઓએ ઓપરેશન માટે કોઈ ગેરંટી લેવાની ના પાડી જો પ્રાઇવેટ રીતે દવા કરાવશો તો ઓપરેશન ની ગેરંટી લેવાનું ડો.મુકુંદ પટેલ બોલ્યા હોવાનું જણાવી ઓપરેશન મા ડોકટરે બેદરકારી દાખવી હોવાથી પોતાની માતાનુ મોત થયું હોવાના આક્ષેપ કર્યા હતા.તો ડોકટરે કેસની પતાવટ કરવા રૂ. 50 હજારની ઓફર કરી હોવાના પણ પરિવારજનોએ આક્ષેપ કરી તેઓને ન્યાય મળે અને ડોકટર સામે કાયદેસરની કાયૅવાહી કરવાની માગ કરી છે.


