પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પાંચ લૉ કોલેજોમાં એલએલબી સેમેસ્ટર-૪ની પરીક્ષામાં મોટી ભૂલ સામે આવી હતી.પાટણ, મહેસાણા, કડી, ઊંઝા અને હિંમતનગરની કોલેજોમાં વર્ષ ૨૦૨૫ના બદલે ૨૦૨૪નું જૂનું પ્રશ્નપત્ર અપાયું હતું.આ બાબતે યુનિવર્સિટી પરીક્ષા નિયામકના જણાવ્યા મુજબ પાંચ પરીક્ષા કેન્દ્રોએ ભૂલથી ERP સિસ્ટમ પરથી ૨૦૨૪નું પેપર ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપી દીધું હતું. આ ભૂલ ધ્યાને આવતા કુલપતિએ તપાસ કમિટીની રચના કરી હતી. કમિટીના રિપોર્ટ બાદ નિર્ણય લેવાયો છે કે, આ પાંચેય કોલેજોના વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવામાં આવશે. નવી પરીક્ષા ૨૩ મે, ૨૦૨૫ના રોજ યોજાશે. આ પરીક્ષામાં આશરે ૩૦૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે. કમિટીની અન્ય ભલામણો બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા આ વિદ્યાર્થીઓ માટે નવું પેપર સેટ કરવામાં આવશે તેવું પરિક્ષા નિયામકે જણાવ્યું હતું.
- May 8, 2025
0
514
Less than a minute
You can share this post!
editor

