એસ.ઓ.જી પાટણના પોલીસ કર્મચારીઓ સમી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ગામના બસ સ્ટેશન પાસે આવતા બાતમી હકીકત મળેલ કે શોએબઅખ્તર સુલતાનભાઈ સિપાઈ રહે મુજપુર તા. શંખેશ્વર વાળો વેડ ગામે વાણીયાવાસમા શશીકાંતભાઇ પ્રભુદાસભાઇ શાહનુ મકાન ભાડે રાખી કોઇ પણ જાતની ડોકટરની ડીગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં દવાખાનુ ચલાવે છે અને બીમાર લોકોને તપાસી દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરી તેમના પર ગે.કા. મેડીકલ પ્રેકટીસ કરી દવા તથા સાધનો દ્વારા બિમાર વ્યક્તિઓને પોતે ડોકટર નહિ હોવા છતાંયે તપાસી છેતરપીંડી કરી ઇન્જેકશનો, દવાઓ,મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ. ૬૧૩૬.૨૬/- નો મુદ્દામાલ સાથે ઝડપી તેની વિરૂદ્ધ બી.એન.એસ-૨૦૨૩ની કલમ-૩૧૯ તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબનો ગુન્હો નોધાવી આગળ ની કાર્યવાહી સમી પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
- January 20, 2025
0
58
Less than a minute
You can share this post!
editor