ઉતરાણના પર્વને લઈને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નું કેટલાક શખ્સો દ્વારા ખાનગીમાં વેચાણ કરાતુ હોવાની બાતમીના આધારે પાટણ એસઓજી પોલીસ ટીમે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા ગામે ઓચિંતી રેડ કરીને એક શખ્સને ચાઈનીઝ દોરી ની ફીરકી નંગ ૭૨ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
મકરસંક્રાતિ તહેવાર અનુસંધાને ચાઇનીઝ દોરા,માંજાઓની પ્લાસ્ટીકની દોરીની વપરાશથી માનવ જીવન તથા પક્ષી તથા પર્યાવરણ માટે ખતરારૂપ હોઇ જે ચાઇનીઝ દોરીની અમુકવાર માણસો તથા પક્ષીઓને પ્રાણઘાતક ઇજાઓ થાય છે.જેથી પ્લાસ્ટિક કે સીન્થેટીક મટીરીયલ દોરીની આયાત ખરીદ વેચાણ, હેરાફેરી, ખરીદ વેચાણ અને વપરાશ ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકવા આવેલ હોય અને આ બાબતે જાહેરનામું બહાર પાડેલ હોઈ જે જાહેરનામાંનો કડક અમલ કરવા સારૂ સુચના કરેલ હોઇ જે આધારે પાટણ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન ચાઇનીઝ દોરા તથા ટોનીક મટીરીયલ્સ (ઝેરી દોરા) લઇ વેચાણ સારૂ ઉભેલ છે જે બાતમી આધારે તપાસમાં રહેતા લાલાજી નરશીજી કરશનજી ઠાકોર ઉ.વ.૨૦ રહે- પાડલા તા.શખેશ્વર જી.પાટણવાળા નામનો ઇસમ મળી આવેલ જેની બાજુમાં પ્લાસ્ટીકના પેક કરેલ કાર્ટુન નંગ-૦૪ જે એક કાર્ટુનમાં નંગ.૧૮ લેખે ચાર કારટુનમાં ચાઈનીઝ દોરીની ફીરકી નંગ-૭૨ મળી આવેલ જે એક ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૧ની કી રૂા.૨૦૦ લેખે કુલ-૭૨ ફીરકીની કુલ કિ .રૂા.૧૪,૪૦૦ ના કુલ મુદામાલ સાથે તેની અટકાયત કરી આગળ ની કાયૅવાહી માટે શંખેશ્વર પો.સ્ટે ખાતે બી.એન.એસ. કલમ ૨૨૩ મુજબ ગુનો રજી કરી તપાસ સોપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.