સમી શહેરમાં હોટેલ વીરા નજીક સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આર એન્ડ બી વિભાગની બોલેરો કાર અને એક રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે રિક્ષા પલટી ગઈ અને તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રિક્ષા ચાલકને અકસ્માતમાં ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. વિસ્તારના લોકોએ આ ઘટના અંગે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ અકસ્માત માટે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહીની માગણી કરી છે.
- September 12, 2025
0
76
Less than a minute
You can share this post!
editor

