પાટણ; સાંતલપુર પોલીસે 52.લાખનો વીદેશી દારૂ ઝડપી પાડ્યો બેની અટકાયત

પાટણ; સાંતલપુર પોલીસે 52.લાખનો વીદેશી દારૂ ઝડપી પાડ્યો બેની અટકાયત

સાંતલપુર પોલીસે નાકાબંધી દરમિયાન ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ₹52,97,960નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે HR-62-6725 નંબરના ટ્રેલરને અટકાવ્યું હતું. આ ટ્રેલરમાં જીપ્સમ ખાતરના કટ્ટાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના ટીન છુપાવવામાં આવ્યા હતા. તપાસમાં કુલ 8112 નંગ બોટલો અને ટીન મળી આવ્યા. આ દારૂની કિંમત ₹32,40,600 આંકવામાં આવી છે.

આ બંને હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના મેહુવાલા ગામના રહેવાસી છે. પકડાયેલા આરોપીઓમાં રોહતાશ સુભાસચંદ્ર રામકુમાર કડવાસરા (27) અને વિક્રમકુમાર રણસિંહ ભાગીરથ થાકેન (28)નો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ટ્રેલર ગાડી (₹20,00,000), બે મોબાઈલ ફોન (₹10,000), 20 નંગ જીપ્સમ ખાતર ભરેલા કટ્ટા (₹45,360), એક પ્લાસ્ટિકની તાડપત્રી (₹1000), અને એક જી.પી.એસ. (₹1000)નો સમાવેશ થાય છે.

આ ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ આરોપીઓ ફરાર છે. તેમાં ટ્રેલરના માલિક, દારૂનો જથ્થો મોકલનાર સંદિપ ગીલ અને હરદિપ જાટ (બંને હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના મંદોરી ગામના રહેવાસી), દારૂનો જથ્થો ભરી આપનાર બે અજાણ્યા ઈસમો, અને દારૂનો જથ્થો મંગાવનાર ગાંધીધામના રાહુલનો સમાવેશ થાય છે. સાંતલપુર પોલીસ મથકે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ 65એ, 65ઇ, 116-બી, 81, 83, 98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *