પાટણમાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

પાટણમાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. લાંબા સમયના વિરામ બાદ આવેલા આ વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઉનાળાની ગરમીમાંથી લોકોને રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોમાં વરસાદના આગમનથી આનંદનું વાતાવરણ છવાયું છે. ખેતીવાડી માટે આ વરસાદ લાભદાયી સાબિત થશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે. આ વરસાદથી જમીનમાં ભેજ જળવાશે. આગામી ખરીફ પાકની વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *