કાંકરેજ તાલુકાના ઉચરપી ઉબરી વચ્ચે રેલવે ફાટક નાં ધરનાળા પાસે વિદેશીદારૂ ઝડપાયો
બનાસકાંઠા એલ.સી.બી પોલીસે 7.74.247 નાં વિદેશી દારૂના જથ્થા સાથે હેક્ષા ગાડી ઝડપી પાડી: જાણવા મળતી માહિતી.મુજબ બનાસકાંઠા એલ.સી.બી પોલીસે બાતમીનાં આધારે દિયોદર તરફ થી હેક્સા ગાડી દારૂ ભરી શિહોરી તરફ જનાર હોવાની મળેલ બાતમીનાં આધારે ખિમાણા નાળા નીચે નાકાબંધી કરતા ટાટા કંપની ની હેકસા ગાડી નબર જી.જે-01-RX 7669 સફેદ કલર નાળા નીચે નીકળેલ જેને હાથનો ઈશારો કરી ઉભી રખાવવા માટે પ્રયત્નો કરતા ગાડી ચાલકે ઊભી ન રાખતા ગાડીનો પીછો કરતા ગાડી ચાલક ગાડીને ઉચરપી થી ઉબરી વચ્ચે રેલવે ફાટક નાં નાળા નીચે ગાડી ચાલક ગાડી મૂકી નાસી ગયેલ અને બાજુનાં એરંડા ના વાવેતર વાળા છુપાઈ ગયેલ અને ગાડીની તપાસ કરતા ગાડી માંથી વિદેશી દારૂ બોટલ નં 1286 તેમજ હેકસા ગાડી સહિત 7.74.247 નો માલ ઝડપી પાડી આગળની કાર્યવાહી પોલીસ ચલાવી રહી છે.