પાટણ; પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પાડ્યો ચાર લાખનો મુદ્દામાલ જપ્ત

પાટણ; પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પાડ્યો ચાર લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસને ખાનગી બાતમી મળી હતી કે એક સફેદ ઈકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. આ ગાડી સમીથી નીકળી શંખેશ્વર થઈને દશાડા તરફ જઈ રહી છે. બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. પટેલ અને પોલીસ સ્ટાફના માણસો પંચો સાથે શંખેશ્વર-દશાડા હાઇવે પર રતનપુરા પાટીયા નજીક શક્તિ માતાજીના મંદિર આગળ વોચમાં ગોઠવાયા હતા.

જ્યારે બાતમી મુજબની ઈકો ગાડી શંખેશ્વર તરફથી આવી, ત્યારે પોલીસે નાકાબંધી કરી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો. ગાડીના ચાલકે વાહન રોડની સાઇડમાં ઉભું કર્યું. પરંતુ ડ્રાઇવર સીટ પર બેઠેલો ઇસમ અને તેની બાજુની સીટમાં બેઠેલો ઇસમ બંને ગાડીના દરવાજા ખોલી બાવળની ઝાડીઓમાં નાસી ગયા. પોલીસે ગાડીની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની સીલબંધ કાચની બોટલો અને બીયરના ટીન મળી કુલ 700 નંગ, કિંમત રૂ. 2,32,118/- નો પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવ્યો. આ ઉપરાંત ઈકો ગાડીની કિંમત રૂ. 2,00,000/- ગણતાં કુલ રૂ. 4,32,118/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. નાસી ગયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *