જિલ્લા કલેકટર દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી
લીસ્ટ ઓફ પાટણ ડિસ્ટ્રિક્ટ રેવન્યુ ઓફિસર્સ એન્ડ રેવન્યુ એમ ઇન્ટ્રોડક્શન બુકલેટનું વિમોચન કરાયું; પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના વરદ હસ્તે આંતર વિભાગીય ક્રિકેટ લીગ સીઝન-૧ માં વિજેતા પાટણ પોલીસ વિભાગની ટીમને શનિવારે જિલ્લા સેવા સદન ખાતે ટ્રોફી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કલેકટરની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ક્રિકેટ લીગ સીઝન-૧ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગોની ટીમે ભાગ લીધો હતો. જેમાં પોલીસ વિભાગ ની ટીમ ચેમ્પિયન બની હતી. જયારે સેકન્ડરી અને હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની ટીમ ઉપવિજેતા બની હતી બન્ને ટીમોને કલેકટર દ્વારા વિજેતા ટ્રોફી અને રનર્સ અપ ટ્રોફી એનાયત કરી હતી. જયારે સારી રમત રમનાર ખેલાડીઓનું પણ કલેકટરના હસ્તે મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં લીસ્ટ ઓફ પાટણ ડિસ્ટ્રિક્ટ રેવન્યુ ઓફિસર્સ એન્ડ રેવન્યુ એમ ઇન્ટ્રોડક્શન બુકલેટનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.