પાટણ; ક્રિકેટ સટ્ટાનો પદૉફાસ કરી ક્રિકેટ સટોડિયા ને ઝડપી લેતી પાટણ એલ.સી.બી ટીમ

પાટણ; ક્રિકેટ સટ્ટાનો પદૉફાસ કરી ક્રિકેટ સટોડિયા ને ઝડપી લેતી પાટણ એલ.સી.બી ટીમ

પાટણની સૃષ્ટિહોમ સોસાયટીના મકાન નં. ૧૪ મા ચાલતા ક્રિકેટ સટ્ટાનો પદૉફાસ કરી ક્રિકેટ સટોડિયા પુજારા (ઠક્કર)વિશાલ બાબુભાઇ વાલજીભાઇને પાટણ એલ.સી.બી ટીમે રોકડ સહિત રૂ.૧૫,૩૦૦ના મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ શહેર સહિત જીલ્લામાં પ્રોહી જુગારની ગે.કા.પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદશન હેઠળ એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો સાથે પાટણ સીટી બી ડીવી.પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે ક્રિકેટ સટ્ટાના જુગાર અંગે રેઇડ કરતાં પુજારા (ઠક્કર)વિશાલ બાબુભાઇ વાલજીભાઇ ઉ.વ.૩૮ મકાન નં.૧૪, સૃષ્ટિ હોમ વાળીનાથ ચોક પાટણ તા.જી.પાટણવાળાઓ ક્રિકેટ સટ્ટાનું આઇ.ડી. મેળવી પોતાના મોબાઇલમાં ગુગલ ક્રોમ માં https- cowlll.com નામની સાઇટ ઉપર હાલમાં ચાલતી અલગ અલગ ક્રિકેટ મેચોમાં ટીમની હાર-જીત ઉપર બેટ લગાવી ક્રિકેટ સટ્ટાનો પૈસાની હારજીત નો જુગાર રમી રમાડતા જુગારનું સાહિત્ય મોબાઇલ નંગ-૦૧ કી.રૂ.૧૫,૦૦૦ તથા રોકડ રૂ.૩૦૦ મળી કુલ કિં.રૂ. ૧૫,૩૦૦ના મુદ્દામાલ સાથે આબાદ ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી. જોકે આઇ.ડી.આપનાર ઇસમ હાજર મળી આવેલ ના હોઇ બન્ને વિરૂધ્ધ જુગાર ધારા મુજબ પાટણ સીટી બી ડીવી. પો.સ્ટે. ખાતે ગુનો રજી. કરાવી આગળ ની તપાસ બી ડિવિઝન પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *