ઉનાળાની ગરમીમાં ટ્રાફિક પોલીસને ગરમીથી રક્ષણ મળે તેવા હેતુથી છ એર કન્ડિશન હેલ્મેટ અર્પણ કરાશે; કે.સી.પટેલ
નિરજ સેવા ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિ ને જિલ્લા પોલીસ વડાએ સરાહી; પાટણમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી નિરજ સેવા ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ સરાહનીય બની છે. ત્યારે શનિવારે નિરજ સેવા ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી કે.સી.પટેલ,ચંદ્રિકાબેન, મિલિંદભાઈ,પાટણ એપીએમસીના ચેરમેને સ્નેહલભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ સિઘવ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, દશૅકભાઈ ત્રિવેદી સહિતના ઓએ ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને પાટણ ટ્રાફિક પોલીસ માટે લાવેલ એર કન્ડિશન હેલ્મેટ જિલ્લા પોલીસવડા ને અપૅણ કરવામાં આવી હતી.
આ એર કન્ડિશન હેલ્મેટ ના અપૅણ વિધિ પ્રસંગે ઉપસ્થિત રહેલા નિરજ સેવા ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી કે.સી.પટેલે જણાવ્યું હતું કે આવી ઉનાળાની ગરમીમાં પણ ટ્રાફિક પોલીસ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોતાની ફરજ બજાવતા હોય છે ત્તેઓને ગરમીમાં રક્ષણ મળે તેવા ઉદેશથી નીરજ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં છ જેટલી એર કન્ડિશન હેલ્મેટ પાટણ ટ્રાફિક પોલીસ જવાનોને અર્પણ કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું. પાટણમા સેવાકીય પ્રવૃત્તિ કરતી નિરજ સેવા ટ્રસ્ટની ટ્રાફિક પોલીસ માટે એર કન્ડિશન હેલ્મેટની સેવા પ્રવૃત્તિને જિલ્લા પોલીસ વડાએ સરાહી આભાર વ્યક્ત કર્યો હતો.

