પાટણ એલસીબી ટીમે ચિખલીગર ગેંગના ત્રણ સાગરીતો ને ચોરીના મુદામાલ સાથે ઝડપ્યા

પાટણ એલસીબી ટીમે ચિખલીગર ગેંગના ત્રણ સાગરીતો ને ચોરીના મુદામાલ સાથે ઝડપ્યા

ઝડપાયેલા આરોપીઓ પાસેથી રૂ.૧,૨૪,૮૬૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો; પાટણની એલસીબી ટીમે મિલકત સંબંધિત ગુનાઓમાં મોટી સફળતા મેળવી છે. ટીમે બાતમીદારો અને ટેકનિકલ એનાલિસિસની મદદથી પાટણ,મહેસાણા,ખેડા અને અમદાવાદ શહેર માં થયેલ ઘરફોડ અને મોટર સાઇકલ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ ચિખલીગર ગેંગના 3 સભ્યોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. તો આ ગેંગ ઓઢવ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ એલસીબી પીઆઈ ના માગૅદશૅન હેઠળ ટીમે મેળવેલી સફળતા મા ઝડપાયેલા આરોપીઓમાં ધ્યાનસિંગ ગીંડાસીંગ પદમસિંગ ઉ.વ, ૩૫,જગપાલસિંગ ઉર્ફે જગ્ગુ અજયસિંગ ધરમસિંગ ઉ. વ. ૨૪ અને ધર્મેન્દ્રસિંગ કાળુસિંગ ઠાકુરસીંગ ઉ. વ. ૨૫ નો સમાવેશ થાય છે. ધ્યાનસિંગ ખેડા જિલ્લાનોવતની છે અને હાલમાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહે છે. જ્યારે અન્ય બે આરોપીઓ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યું છે. એલસીબી ટીમે ઝડપેલા આરોપીઓ પાસેથી કુલ રૂ.૧,૨૪,૮૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે જે મુદ્દામાલમાં રૂ.૪૭,૮૦૦ ના ચાંદીના દાગીના, રૂ.૭૦,૦૦૦ ની કિંમતના બે મોટર સાયકલ,રૂ. ૭૦૦૦ની કિંમતના બે મોબાઈલ ફોન અને ચોરી માટેના હથિયારોનો સમાવેશ થાય છે.

આરોપીઓની પોલીસ તપાસમાં તેઓએ ૬ ગુનાઓની કબૂલાત કરી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૬ હેઠળ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી, કલમ ૩૫(૧)( ઈ) હેઠળ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે તેમને પાટણ શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *