અંધારાનો લાભ લઈ ગાડી ચાલક સહિતના બે શખ્સો ફરાર થતાં પોલીસે ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ
પાટણ એલસીબી ટીમે બાતમીના આધારે રાધનપુર હાઈવે પર વોચ રાખી વિદેશી દારૂની હેરાફેરી કરતી સ્વીફટ ગાડીને ઝડપી લીધી હતી. જોકે પોલીસ ને ચકમો આપીને અંધારા નો લાભ ઉઠાવી ગાડી ચાલક સહિતના બે શખ્સો ફરાર થઈ જતાં ટીમે વિદેશી દારૂ ભરેલી સ્વીફટ ગાડી નંબર-GJ-18-BE0810 ને રાધનપુર પોલીસ ને સોપી પ્રોહીબીશનનો ગુનો દાખલ કરાવતા ગાડી મુકી ફરાર થઈ ગયેલ ચાલક સહિત ના બે શખ્સોને ઝડપી લેવા રાધનપુર પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લામાં કેટલાક ઇસમો ગે.કા.રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ખાનગી વાહનોમાં હેરા-ફેરી કરતાં હોવાની જિલ્લા પોલીસ વડા ને જાણ થતાં તેઓએ આવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માગૅદશૅન હેઠળ ટીમે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ સધન બનાવ્યું હતું. ત્યારે ચોક્કસ બાતમી મળેલ કે એક સફેદ કલરની સ્વીફટ ગાડી નંબર-GJ-18-BE- 0810 માં કેટલાક ઇસમો ગે.કા.રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી તેની હેરાફેરી કરી રહેલ છે અને જે ગાડી રાધનપુર તરફ આવી રહેલ છે.
જે હકીકત આધારે એલસીબી ટીમે રાધનપુર નજીક હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી હકીકતવાળી સફેદ કલરની સ્વીફટ ગાડી પસાર થતાં તેને ઉભી રખાવતા ગાડીનો ચાલક અને અન્ય બે ઈસમો અંધારાનો લાભ લઈ ભાગી છુટતા ટીમે ગાડી ની તલાસી લેતા ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ-બીયરની બોટલ-ટીન નંગ-૫૮૧ કિ.રૂ.૮૩,૯૯૫ નો મુદામાલ મળી આવતા ગાડીને વિદેશી દારૂ ના જથ્થા સાથે રાધનપુર પોલીસ ને સોંપતાં પોલીસે ગુનો નોંધી અંધારામાં ફરાર થયેલ ચાલક તથા અન્ય બે ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ કલમ-૬૫(એ), ૬પ(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ રાધનપુર પો.સ્ટે.ખાતે ગુનો રજી. કરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.