પાટણ એલસીબી ટીમે સાંતલપુર હાઈવે પર નાકાબંધી કરી વિદેશી દારૂ ભરેલ સ્ક્રોપીઓ ઝડપી

પાટણ એલસીબી ટીમે સાંતલપુર હાઈવે પર નાકાબંધી કરી વિદેશી દારૂ ભરેલ સ્ક્રોપીઓ ઝડપી

ચાલક ઝડપાયો જયારે અન્ય એક વ્યક્તિ ફરાર થતાં ગુનામાં સંડોવાયેલા કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી; પાટણ એલસીબી ટીમે સાંતલપુર હાઈવે પર બાતમીના આધારે નાકાબંધી કરી વિદેશી દારૂ ભરીને પસાર થતી સ્ક્રોપીઓ ગાડી ને ચાલક સાથે ઝડપી ભાગી છુટેલા એક શખ્સ સહિત ગુનામાં સંડોવાયેલા કુલ ચાર શખ્સો સામે ગુનોનોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નં.GJ-39-CA-8901માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે અને જે ગાડી રાધનપુર બાજુથી આવી સાંતલપુર બાજુ જનાર છે. જે હકીકત આધારે ટીમે સાંતલપુર હાઇવે ઉપર નાકાબંધી કરી બાતમી મુજબ ની નંબરવાળી સફેદ કલરની સ્કોર્પિયો ગાડી પસાર થતાં તેને ઉભી રખાવતાં ગાડીમાં બેસેલ એક ઇસમ ટીમ ને જોઈ નાસી જતાં ટીમે ચાલક ને ઝડપી ગાડીની તલાસી લેતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ – ટીન નંગ ૧૨૪૮ કિં.રૂ.૧,૫૬,૦૦૦ નો મળી આવતા ટીમે ગાડી ચાલકને વિદેશી દારૂ ના જથ્થા સાથે સ્ક્રોપીઓ ગાડી ને પોલીસ હસ્તગત કરી વારાહી પો.સ્ટે. ખાતે ગુનો રજી.કરાવતા પોલીસે પકડાયેલ આરોપી જેઠાભાઈ ગજાભાઇ રબારી રહે. અનારપુરગઢ તા.ધાનેરા જિ.બનાસકાંઠા સહિત ગુનામાં સંડોવાયેલા રમેશભાઇ ગોદારા (બિસ્નોઇ) રહે.સાંચોર (નાસી જનાર આરોપી), ભાવેશ ખગારાભાઇ ખટાણા (રબારી) રહે.પાથાવાડા તા.દાંતીવાડા જિ.બનાસકાંઠા (પાયલો ટીંગ કરનાર), પીરાભાઇ દેવાશી (રબારી) રહે.પાંચલા (દારૂ ભરાવનાર)અને સાંથલી ગામે દારૂ ભરેલ ગાડી લેવા આવનાર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *