પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ મિલ્કત સબંધિત ગુનાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઇ આર.જી.ઉનાગર નાઓના માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ સ્ટાફના માણસો કામગીરીમાં હતા. દરમ્યાન હકીકત મળેલ કે વિનુજી હાથીજી ઠાકોર રહે-મેરવાડા તા.ઉંઝા જી,મહેસાણા વાળા તથા આકાશજી કપુરજી ઠાકોર રહે.સપોર સગાવત વાસ તા.વડનગર વાળો વડનગર પો. સ્ટે.મા નોધાયેલ ચોરીનું ટ્રેકટર નં-જી.જે.૦ર.એ.જી.૫૮૮૬ સાથે પાટણ ખાતેથી લઈને નિકળી રહ્યા છે જે બાતમી હકીકત ના આધારે એલસીબી ટીમે વોચ રાખી ઉપરોક્ત નંબર વાળા ટ્રેક્ટર સાથે ટ્રેક્ટર ચોર ઉપરોક્ત બંને ઈસમોને પકડી પાડી ગુનાનો ભેદ ઈકેલી આગળની કાર્યવાહી માટે બંન્ને આરોપી સહિત ટ્રેક્ટર પાટણ શહેર બી ડીવી પો.સ્ટે. સોપવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
- May 1, 2025
0
430
Less than a minute
You can share this post!
editor

