વિદેશી દારૂ,બીયર બોટલટીન નંગ- 260 સાથે કુલ રૂ.4,02,250 નો મુદ્દામાલ ઝડપી કાયૅવાહી હાથ ધરી: પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી દ્રારા પાટણ જીલ્લામાંથી પ્રોહીલગતની ગે.કા.પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગરે એલ.સી.બી.સ્ટાફના માણસો સાથે પાટણ ટાઉનમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ સધન બનાવ્યું હતું. જે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, એક ઇક્કો ગાડી નં.GJ -02- BH- 8773 માં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી પાટણ ટાઉન વિસ્તારમાંથી પસાર થનાર છે.
જે હકીકત આધારે ટીમે પાટણ ટીબી ત્રણ રસ્તા વોચ રહી હકીકતવાળી ઇક્કો ગાડીનો પીછો કરી પકડી ચેક કરતાં ઇક્કો ગાડીમાંથી ગે.કા.ભારતીય બનાવટના વિદેશી દારૂ,બીયરની કુલ બોટલ-ટીન નંગ-260 કિ.રૂ.97,250તથા ઇક્કો ગાડી કિં.રૂ. 3 લાખ તથા મોબાઇલ ફોન નંગ-1 કિં.રૂ.5000 મળી કુલ કિં.રૂ.4,02,250 ના મુદામાલ સાથે અજીતજી ગમનજી ચેનજી ઠાકોર રહે.વિભાનેસડા તા.કાંકરેજ જિ.બનાસકાંઠા વાળા ની અટકાયત કરી આ ગુનામાં સંડોવાયેલાપરેશજી પાંચાજી ઠાકોર રહે.ભલગામ તા. કાંકરેજ જી.બનાસકાંઠા,પ્રકાશજી છનાજી ઠાકોર રહે.રાણકપુર તા.કાંકરેજ જી.બ.કાં, વિરેન્દ્રસિંહ વનરાજસિંહ વાઘેલા રહે.ભલગામ તા.કાંકરેજ જી.બનાસકાંઠામુકેશભાઇ મોહનભાઇ વજીર રહે.લાખણી જી.બનાસકાંઠા અને અજય છારા સામે પાટણ સીટી “બી” ડીવી. પો.સ્ટે.માં ગુન્હો નોધાવી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.