જુગાર રમતા ૯ ઇસમોને કિ.રૂ.૧,૨૬,૬૫૦ ના મુદામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી
શંખેશ્વરના રહેણાંક વિસ્તારમાં ચાલતા જુગારધામ ને પાટણ એલસીબી ટીમે બાતમીના આધારે ઝડપી જુગાર રમતા ૯ ઇસમોને રૂ.૧,૨૬,૬૫૦ ના મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લા માંથી પ્રોહી-જુગાર લગતની ગે.કા. પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પાટણ સ્ટાફના માણસો શંખેશ્વર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે શંખેશ્વર ટાઉનના ખરવાડ વાસમાં રહેતા ઠાકોર કાંતીજી પોપટજી પોતાના રહેણાંક મકાનમાં માણસો બોલાવી પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમાડતાં ૯ (નવ) ઇસમોને રોકડ રકમ ૨૦,૧૫૦ અને જુગાર સાહીત્ય,મોબાઈલ ફોન સહિતના મુદામાલ મળી કુલ રૂ. ૧,૨૬,૬૫૦ પકડી પાડી પકડાયેલ ઇસમો વિરૂધ્ધમાં શંખેશ્વર પો.સ્ટે. જુ.ધા.ક.૪,૫ હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી સારૂ શંખેશ્વર પો.સ્ટે. ને સોપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પકડાયેલ આરોપીઓમાં
(૧) ઠાકોર વિષ્ણુજી હમીરજી રહે. ઇન્દિરાનગર, સરકારી દવાખાનાની પાછળ,શંખેશ્વર
(૨) ઠાકોર હનુજી ધીરાજી રહે.બોલેરા રોડ, પાનવેચા નગર, શંખેશ્વર
(૩) ઠાકોર ભરતજી કનુજી રહે.સરકારી દવાખાનાની પાછળ, શંખેશ્વર
(૪) ઠાકોર મહેશજી રામાજી રહે. લોલાડા તા.શંખેશ્વર જી.પાટણ
(૫) ઠાકોર દપાજી મુળજીજી રહે. મોટો વાસ, શંખેશ્વર
(૬) રાવળ છોટાભાઈ સોમાભાઈ રહે. શિવા શક્તિ, સોસાયટી, શંખેશ્વર
(૭) ઠાકોર વિનુજી સુંડાજી રહે. મોટો વાસ, શખેશ્વર
(૮) ઠાકોર હજુરજી અમરાજી રહે. રણોદ તા.શંખેશ્વર જી.પાટણ
(૯) ઠાકોર વિરાજી મહાદેવજી રહે.મોટો વાસ, શંખેશ્વર નો સમાવેશ થાય છે.
જયારે પકડવાના બાકી આરોપી
(૧) ઠાકોર કાંતીજી પોપટજી રહે. શંખેશ્વર ખરવાડ વાસ, તા. શંખેશ્વર જી.પાટણ વાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ છે.

