પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને શનિવારે જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમીતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ મુદ્દાઓને લઇને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્યો દ્વારા કરેલી રજૂઆતનું તાત્કાલિક નિવારણ લાવવા જિલ્લા કલેકટરતુષાર ભટ્ટ દ્વારા સંબધિત વિભાગના અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ વિભાગોને લોકો તરફથી મળેલ અરજીઓ અને પ્રશ્નોની જિલ્લા કલેકટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
આ સાથે કલેકટરના અધ્યક્ષ સ્થાનેકાયદો અને વ્યવસ્થાની બેઠક, ધાર્મિક દબાણો અંતર્ગત બેઠક, જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક, નાર્કોટીક્સ ડ્રગ્સની ગેરકાયદેસર હેરા-ફેરી અંગેની NCORD કમિટીની બેઠક (પોલીસ અધિક્ષક),રોડ સેફટીની બેઠક, ડિસ્ટ્રીકટ ગ્રીવન્સ રીડ્રેસલ કમિટી અંતર્ગત ટાસ્ક ફોર્સની બેઠક, બાળશ્રમ યોગી નાબુદી ટાસ્ક ફોર્સ અને પુનઃવસન સમિતિની બેઠક, પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ લેવલ મોનીટરીંગ કમિટીની બેઠક, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક,અને જિલ્લા લેન્ડ કમિટીની બેઠક (વિકાસ શાખા) યોજાઇ હતી. જેમાં કલેકટર એ જરૂરી સૂચન અને માર્ગદર્શન સાથે જે તે વિભાગના પ્રશ્નોની સમીક્ષા કરી હતી. બેઠકમાં ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે નાયી,પ્રાંતઅધિકારીઓ સહિત સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

