રાજયના મંત્રી દ્વારા અવારનવાર પત્રકારોના વિરુદ્ધ તોડબાજ શબ્દ વાપરવા બદલ પત્રકારોએ રોષ વ્યક્ત કર્યો; ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. જેમાં ગુજરાત રાજ્યના એક મંત્રી દ્વારા વારંવાર પત્રકારો સાથે તોડબાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવતા આક્રોશ સાથે આવેદનપત્રના સ્વરૂપે મુખ્યમંત્રી ને રજુઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા.
પાટણ જીલ્લા કલેકટર કચેરી ખાતે વહેલી સવારે પાટણ જીલ્લાના પત્રકારો હાજર રહી કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યું. જેમાં હમણાં થોડા સમય થી ગુજરાતના એક મંત્રી દ્વારા વારંવાર પત્રકારો ને તોડબાજ કહીં તમાંમ પત્રકારો ની લાગણી દુભાવી રહ્યા છે. ત્યારે પત્રકારએ કોઈ નોકરીયાત નથી કે કોઈ સરકારી પગાર નથી લેતો તેમ છતાં પણ સરકારની વાહન તથા તેમની યોજનાઓ છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડે છે. અને પરિવારજનોની ચિંતા કર્યા વગર રાત દિવસ દોડતો હોય છે. તો તેની ચિંતા કરવાની જગ્યાએ તેના પર ન શોભે તેવા શબ્દોનો ઉપયોગ કરી તેની લાગણી તથા સ્વમાન ઘવાય તેવા ઉચ્ચારણ કરતા સમગ્ર ગુજરાતમાં પત્રકારો માં ભારે રોષ ફેલાયો છે.
જેથી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક આવેદનપત્ર આપવાનું નક્કી કરતા પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપ્યું છે. અને પત્રકારોની લાગણી ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચે અને મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિ અસરથી મંત્રી ને કડક સુચના આપી પત્રકારો પર ઉચ્ચારતાં શબ્દો બંધ કરાવી પત્રકારોને માન સન્માન આપે તેવી માંગ કરી હતી.
ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ એ સમગ્ર ગુજરાતમાં બહોળૂ ફેલાયેલું સંગઠન છે અને 10 હજાર જેટલા પત્રકારોનો બહોળો વર્ગ ધરાવે છે જે 33 જીલ્લા અને 252 તાલુકા માં લિગલ વિગ, મહીલા વિગ તથા 12 ઝોન ધરાવતું ગુજરાતનું એક માત્ર સંગઠન છે. ત્યારે આવેદનપત્ર આપતા પહેલા તમાંમ પત્રકારો દ્વારા ગત ડીસા ખાતે થયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો ને પત્રકારો દ્વારા સૌ પ્રથમ શ્રધ્ધાંજલી અર્પણ કરી પછી આવેદન આપ્યું હતું.