મહિલાઓએ ભાજપ સરકાર અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચાર કર્યા
પાટણ શહેર સહિત જિલ્લામાં દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની ચીમકી
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ના સમર્થન માં ગુરૂવારે પાટણ જિલ્લા કોંગ્રેસ મહિલાઓએ રેલી યોજી ભાજપ સરકાર અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે સૂત્રોચાર કરી દારૂ જુગારના અડ્ડાઓ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરવાની માગ સાથે જિલ્લા પોલીસ વડા ની કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.
પાટણ જિલ્લા મહિલાઓ એ પાટણ શહેર સહિત જિલ્લામાં ધમધમતા દારૂ- જુગારના અડ્ડાઓ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહિ આવે તો જનતા રેડ કરવાની ચિમકી આપી હતી. પાટણ જિલ્લા કોગ્રેસ મહિલાઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.


