પાટણ જિલ્લાના 39 કેન્દ્રો પર 28,463 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે; પાટણ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા બુધવાર ને તા. 27 મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ધોરણ 10ની પરીક્ષા માટે પાટણ અને હારીજ એમ બે ઝોન બનાવવામાં આવ્યા છે. કુલ 22 સેન્ટર પર 64 બિલ્ડિંગોમાં આવેલા 651 બ્લોકમાં 18,174 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ માટે પાટણ ઝોનમાં 17 સેન્ટર નિયત કરાયા છે. 37 બિલ્ડિંગના 371 બ્લોકમાં 10,289 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો વર્ગ 2ના અધિકારીને સંવેદનશીલ કેન્દ્રો પર ફરજ સોપાશે
પાટણ જિલ્લામાં લેવામાં આવનાર ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં જિલ્લાના જે સંવેદનશીલ કેન્દ્ર છે તેવા કેન્દ્રો ઉપર જિલ્લાના વર્ગ બે ના જે સંકલનના અધિકારીઓ છે તેમને તકેદારી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવનાર છે . જેઓ કેન્દ્રો ઉપર પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે અને પરીક્ષામાં કોઈ ગેરરીતિઓ ન થાય તે માટે પૂરતી તકેદારી રાખશે.પરીક્ષા દરમિયાન વીજ કંપની, એસ ટી અને પોલીસ તંત્ર ખાસ ફરજ બજાવશે.
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ શાંતિ પણ રીતે પરીક્ષા આપી શકે તે માટે વીજ કંપનીના અધિકારીઓને તેમજ પરીક્ષા દરમિયાન કોઈ અઘટિત ઘટનાઓ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત માટે જિલ્લા પોલીસ તંત્ર અને વિદ્યાર્થીઓને મુસાફરીમાં કોઈ તકલીફ ન પડે વિદ્યાર્થીઓ શાંતિ પૂણૅ રીતે પરીક્ષા કેન્દ્રો પર આવી શકે પરત જઈ શકે તે માટે એસટી વિભાગના અધિકારીઓ સાથે તેમજ પરીક્ષા દરમિયાન કેન્દ્રો ઉપર વીજ ખામી ના સર્જાય તે માટે ત્રણેય વિભાગના અધિકારીઓને જરૂરી સલાહ સૂચનો આપવામાં આવ્યા છે.જયારે દરેક બ્લોક સીસીટીવી કેમેરાથી સજ્જ હશે પાટણ જિલ્લામાં લેવામાં આવનાર બોર્ડની પરીક્ષામાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે દરેક કેન્દ્ર ઉપર જે બ્લોક ફાળવવામાં આવ્યાં છે. ત્યાં સીસીટીવી કેમેરાની પૂર્તિ વ્યવસ્થાવાળા રૂમ ફાળવવામાં આવ્યાં છે .જે કેમેરાઓમાં પરીક્ષાનું રેકોર્ડિંગ થશે.પરીક્ષા દરમિયાન સવારે 7 થી રાત્રીના 8 વાગ્યા દરમિયાન શહેરની કે કે ગર્લ્સ સ્કૂલમાં કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી કોઈ મુશ્કેલી જણાય તો આ સમયગાળા દરમિયાન કંટ્રોલરૂમનો 02766-231037 સંપકૅ કરી શકશે.