પાટણ સિવિલ હોસ્પિટલ ને ફાળવવામાં આવેલ ICU વાન નું પાર્સિંગ ન હોવાના કારણે શોભાના ગાંઠીયા સમાન બની

પાટણ સિવિલ હોસ્પિટલ ને ફાળવવામાં આવેલ ICU વાન નું પાર્સિંગ ન હોવાના કારણે શોભાના ગાંઠીયા સમાન બની

ICU વાન નું તાત્કાલિક પાર્સિંગ કરાવી જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં કાર્યરત બનાવાઈ તેવી માંગ ઉઠી; પાટણ સિવિલ હોસ્પિટલ દ્વારા આયોજન માં કરાયેલ માંગણીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ફાળવવામાં આવેલ આઇસીયુ ઈમરજન્સી એમ્બ્યુલન્સ નું છેલ્લા ઘણા સમયથી પાર્સિંગ થયેલ ન હોવાના કારણે સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં આ આઇસીયુ વાન શોભાના ગાંઠીયા સમાન બની છે. ત્યારે સિવિલ સતાધીશો દ્રારા તાત્કાલિક ધોરણે આ આઇસીયુ વાન નું પાર્સિંગ કરાવી જરૂરિયાત મંદ દર્દીઓના ઉપયોગમાં કાર્યરત બને તેવી માંગ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલે કરી છે.

પાટણ સિવિલ હોસ્પિટલ સરકાર દ્વારા પ્રાપ્ત થયેલી આ નવીન આઈસીયુ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ વાન માં વેન્ટિલેટર સાથેની અનેક નવી ટેકનોલોજી ની સુવિધાઓ ઉપલબ્ધ હોય જેથી ઇમરજન્સી વાળા દર્દીને તે ખૂબ ઉપયોગી નિવડે તેમ હોય પરંતુ આ વાન નું પાર્સિંગ ના હોવાના કારણે હાલમાં આ વાન ઇમરજન્સી ના સમયે પણ દર્દીઓ માટે બિન ઉપયોગી બની હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવી આક્ષેપો કર્યા હતા કે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ આ આઈસીયુ એમ્બ્યુલન્સ વાનને સિવિલ સતાધીશો દ્રારા ફક્ત ને ફક્ત વીઆઈપી ઓ માટે જ ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું તેઓને જાણવા મળ્યું હોય એક અઠવાડિયા અગાઉ ધારપુર હોસ્પિટલ દ્વારા આઇસીયુ એમ્બ્યુલન્સની માંગણી કરવામાં આવતા સિવિલ હોસ્પિટલના સતાધીશો દ્વારા વાન નું પાર્સિંગ ના હોવાનું જણાવી આઇસીયુ વાન ફાળવી ન હોવાના પણ આક્ષેપ તેઓ દ્રારા કરી સિવિલ સતાધીશો દ્રારા આ ઈમરજન્સી આઇસીયુ વાન નું સિવિલ સતાધીશો દ્વારા તાત્કાલિક પાર્સિંગ કરાવી જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બને તેવી તેઓએ સિવિલ સતાધીશો સમક્ષ માંગ કરી હોવાનું જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *