તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું પાટણ શહેર..!

તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું પાટણ શહેર..!

રાજ્યસભા સાંસદ મયંક નાયકે લીલી ઝંડી બતાવી તિરંગા યાત્રાને કરાવ્યું પ્રસ્થાન

જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા અને જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતાની ઉક્તિને સાર્થક કરવા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સંદેશને ચરિતાર્થ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી સાથે સ્વચ્છતાનું મહત્વ દેશવાસીઓને સમજાય તે માટે આ વર્ષની ઉજવણી ‘‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” થીમ આધારિત કરાઈ રહી છે. જેને અનુલક્ષીને પાટણ શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બુધવારે બપોરે તિરંગા યાત્રા યોજાઇ હતી.

આ તિરંગા યાત્રાની રેલીને રાજ્યસભા સાંસદ મયંકભાઇ નાયક તથા અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી લીલી ઝંડી બતાવીને એમ.એન.હાઈસ્કૂલથી પ્રસ્થાન કરાવી હતી. આ તિરંગા યાત્રામાં પોલીસ વિભાગની ખુલ્લી જીપ, પાટણ શહેરના શાળાઓના વિદ્યાર્થીઓ, વિધાર્થિનીઓ, સહિત પાટણના નાગરિકો સાથે હજારોની જનમેદની જોડાઈ હતી. પાટણની એમ.એન. હાઈસ્કૂલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. તિરંગા યાત્રાનો પથ દેશભક્તિના રંગે રંગાયો હતો. એમ એન હાઇસ્કુલ થી નીકળેલી આ તિરંગા યાત્રા પ્રગતિ મેદાન પહોંચી હતી.

ભક્તિની ભાવનાને ઉજાગર કરતા સાંસ્કૃતિ ગીતોની પણ સરવાણી કરવામાં આવી હતી. જેથી રાષ્ટ્ર ભક્તિના ના જયઘોષથી  પાટણ શહેર ગુંજયું ઉઠયું હતું.  તિરંગા યાત્રામાં જોડાયેલા લોકો શિસ્તબદ્ધ રીતે ગોઠવાઇ પ્રગતિ મેદાન ખાતે તિરંગા યાત્રાની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. આમ તિરંગા યાત્રામાં આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાઈ તિરંગા યાત્રાને ભવ્યાતિ ભવ્ય બનાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *