પાટણ શહેરમાં એક વેપારીએ પોતાના મિત્ર પાસેથી હાથ ઉછીના લીધેલ રોકડ રકમ રૂ.50 લાખ સામે આપેલો ચેક રિટર્ન થતાં આ અંગેનો કોટૅમાં કેસ કરવામાં આવ્યો હતો જે કેસ કોટૅમાં ચાલી જતા વેપારીઓને ચેક રિટર્ન કેસમાં પાટણ કોટૅ દ્રારા બે વર્ષની સાદી કેદ ફરમાવી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ ખાતે મલ્હાર ગ્રીન બંગ્લોઝમાં રહેતા અંક્તિ રાજેન્દ્રકુમાર મોદી અને શહેરના રૂગનાથજીની પોળમાં રહેતા કનૈયા જશવંતલાલ મોદી વચ્ચે મિત્રતાના સંબંધો હતા. કોરોના વખતે લોકડાઉન ખોલ્યા પછી કનૈયા મોદીને ધંધામાં નુકસાન જતાં તેઓએ રૂ. 50 લાખ ઉછીના તેના મિત્ર અંકિત પાસેથી લીધા હતા અને તે રક્મના બદલામાં તેઓએ અંકિત ને ચેક લખી આપ્યો હતો. અંકિત મોદીએ તેમની વાતચીત મુજબ ચેક બેંક્માં જમા કરાવતા ચેક ક્લિયર થયા વગર પાછો ફરતાં તેઓએ પોતાના વકીલ એચ.એન.પટેલ મારફતે કોટૅ મા ફરિયાદ કરી હતી. આ કેસ પાટણના સેકન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલી જતાં આરોપી કનૈયા મોદીને બે વર્ષની સાદી કેદ ભોગવવા તેમજ બે માસમાં રૂપિયા 50 લાખ વળતર રૂપે ચૂકવવા અને ન આપે તો વધુ છ માસની કેદ ભોગવવા આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.