પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓ તરફથી વણ શોધાયેલ મિલકત સબંધી તેમજ જુગારના ગુન્હા શોધી કાઢવા સારૂ થયેલ સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડયા સિધ્ધપુર વિભાગ તથા પાટણ બી- ડિવિઝન પીઆઈ પી.ડી સોલંકી નાઓની જુગાર તેમજ ક્રીકેટ સટ્ટના ગુના શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને પાટણ સીટી બી.ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં સર્વલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતા તે દરમિયાન હકીકત મળેલ કે હીરેનકુમાર રમેશભાઇ પ્રજાપતી રહે.પાટણ મ.નં ૩૫ ટી.બી.ત્રણ રસ્તા ભવાની ધામ કેનાલ રોડ પાટણ વાળો રાજધાની પાર્લર ખાતે આઈ.પી.એલ મેચ ગુજરાત ટાઇટન્સ તથા મુબઇ ઇન્ડીયન્સ વચ્ચે રમાઇ રહેલ મેચમા વેબસાઈટ ઉપર પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતો હોવાની હકીકત આધારે ટીમે તેને ઝડપી તેના પાસેથી મળી આવેલ મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ.૧૦,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- March 30, 2025
0
85
Less than a minute
You can share this post!
editor