ચાણસ્મા-હારીજ હાઈવે પર સીએનજી પંપ નજીક મોટી દુર્ઘટના ટળી ગઈ. મહેસાણાથી હારીજ તરફ જઈ રહેલા ટ્રકના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા એલપીજી ગેસના ટ્રેલરને અથડાયો હતો. આ અકસ્માતમાં ટ્રેલર હાઈવે પર પલટી મારી ગયું હતું. દુર્ઘટના ત્યાં જ અટકી ન હતી. પાછળથી આવી રહેલી વલસાડ તરફની ST બસ પણ આ અકસ્માતનો ભોગ બની હતી. ત્રણેય વાહનો વચ્ચેના આ અકસ્માતમાં ST બસના ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ હતી, જેમને સારવાર માટે ચાણસ્મા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક અને LPG ટ્રેલરના ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ચાણસ્મા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર ધરાવતા આ હાઈવે પર થયેલા અકસ્માતમાં કોઈ જાનહાની ન થતાં મોટી દુર્ઘટના ટળી હોવાનું મનાય છે.
- January 23, 2025
0
89
Less than a minute
You can share this post!
editor