ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજના યુવાનોને સરકારી નોકરીઓમાં લાયકાત ધોરણમાં છૂટછાટ મળતી નથી. આ મુદ્દે ગરવી ગુજરાત આદિવાસી ભીલ સમાજ સેવા ટ્રસ્ટે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યું છે. આદિવાસી સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરોએ એક ચિંતન બેઠક યોજી હતી. બેઠકમાં સરકારી નોકરીઓમાં અનુસૂચિત જનજાતિ માટે લાયકાત ધોરણમાં છૂટછાટની જોગવાઈનો અમલ ન થવાનો મુદ્દો ચર્ચાયો હતો. સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા માટે 40% લાયકાત ધોરણમાં છૂટછાટની માંગ કરવામાં આવી છે. ચિંતન બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર અને સરકારને આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય અનુસાર સોમવારે રાજ્યભરના આદિવાસી સમાજના લોકોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યા હતા. આગેવાનોએ ચેતવણી આપી છે કે જો માંગણી નહીં સ્વીકારાય તો આદિવાસી સમાજ રાજ્યભરમાં આંદોલન કરશે. આંદોલનની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.
- August 18, 2025
0
138
Less than a minute
You can share this post!
editor

