પાટણ આપ દ્વારા ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવની માગ સાથે આવેદનપત્ર અપાયું

પાટણ આપ દ્વારા ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવની માગ સાથે આવેદનપત્ર અપાયું

તાજેતરમાં કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અમેરિકાથી ભારતમાં આયાત થતાં કપાસના પાક પરની આયાત ડ્યુટી શૂન્ય કરી નાખવામાં આવી છે. જેના લીધે ભારતના બજારોમાં અમેરિકાનું કપાસ ભારતીય ખેડૂતો દ્વારા પકવવામાં આવતા કપાસની સરખામણીમાં સસ્તું ઉપલબ્ધ થવાની ભીતિ સેવાઈ રહી છે. ૨૦૧૪ પહેલા એક મણ કપાસનો ભાવ ૧૫૦૦ રૂપિયા હતો, ત્યારબાદ ભાજપની સરકારમાં આટલો ભાવ ક્યારેય જોવા મળ્યો નથી. સીઝનમાં પ્રતિમણ ભાવ ૧૩૦૦ અને બિનસીઝનમાં પ્રતિમણ ભાવ ૧૧૦૦ રૂપિયા સુધી ગગડે છે.

ત્યારે જો ખરેખર અમેરિકાનું આયાત કર વગરનું કપાસ ભારતમાં આવશે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા તો દૂર ઉપજના પૈસા નીકાળવા પણ રાતા પાણીએ રોવાનો વારો આવશે. ત્યારે આ સમગ્ર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અનુલક્ષીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આ અમેરિકાના કપાસ પર કર લાદવા અને ગુજરાત અને પાટણના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે રજુઆત કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *